ફરી આવ્યો બગદાદીનો ઓડિયો સંદેશ, ફાઈટરોને કહ્યું: નદીઓમાં પાણીને જગ્યાએ કાફિરોનું ખૂન વહેવડાવો

ઈરાકના મોસુલમાં ISIS વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ હવે તેની નિર્ણાયક સ્થિતિમાં આવી પહોંચી છે. અને ધ્યાનમાં લઈને આઈએસના વડા અબુ બકર અલ-બગદાદીનો એક ઓડિયો મેસેજ સામે આવ્યો છે. આ મેસેજમાં બગદાદીએ આઈએસના આંતકીઓને જીતવાનો ભરોસો અપાવતા પીછેહઠ ન કરવાનો સંદેશો આપ્યો છે. સાથે જ બગદાદીએ પોતાના યોદ્ધાઓને ઇરાકી સૈન્યનો પૂરી તાકાત સામે સામનો કરવા માટે જણાવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, અમેરિકાની આગેવાની હેઢળ લઈ રહેલું ઇરાકી સૈન્ય બગદાદીના ગઢ ગણાતા મોસુલ શહેરને સંપૂર્ણ રીતે ઘેરી વળ્યું છે. આઈએસ વિરુદ્ધની લડાઈ કટ્ટર બની રહી છે અને પાછલા એક વર્ષમાં વધુ સમય પછી બગદાદીનો આવો સંદેશ સામે આવ્યો છે.

આઈએસથી જોડાયેલા અલ-ફુરકાન સંગઠને ગુરુવારે આ આડિયો મેસેજ જાહેર કર્યો હતો. સંદેશામાં બગદાદી પોતાના ફાઇટરોને જણાવી રહ્યો છે કે પીછેહઠ ન કરશો, આત્મસમ્માન સાથે પોતાની જમની પડ અડગ રહો, બેઆબરું થઈને પીછેહટ કરવા કરતાં પોતાના દુશ્મનોનો સામનો કરો અને કમજોર પડશો નહિ.

You might also like