બગદાદમાં સિરિયલ બ્લાસ્ટઃ ૨૭નાં મોતઃ ૩૦ને ઈજા

બગદાદ: બગદાદમાં ગઈ કાલે થયેલા અનેક સિરિયલ બ્લાસ્ટમાં 27 લોકોનાં મોત થયાં છે.જ્યારે 30થી વધુ લોકોને ઈજા થઈ છે. અહીંના અલ મુઆદમ વિસ્તારમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના બે આત્મઘાતી હુમલાખોરોએ બસ સ્ટેન્ડ પાસેની દુકાન અને ફૂડ કોર્નરને નિશાન બનાવ્યાં હતાં.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અલ મુઆદમ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટમાં 14 લોકોનાં મોત થયાં હતાં અને 22થી વધુ લોકોને ઈજા થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે આ પહેલાં પણ એક દિવસ અગાઉ થયેલા હુમલામાં 16 લોકોનાં મોત થયાં હતાં. તેમજ અનેકને ઈજા થઈ હતી. જોકે આ હુમલા અંગે હજુ કોઈ આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી નથી. તેમ છતાં આ હુમલામાં આઈએસનો હાથ હોવાની આશંકા છે. ગત સપ્તાહમાં પણ આઈએસના આતંકીઓએ બગદાદમાં વિસ્ફોટ કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

પોલીસનું માનવું છે કે આઈએસઆઈએસના આતંકીઓ હવે મોસૂલથી બગદાદ તરફ તેની આતંકવાદી હુમલા કરવા તરફ વળી ગયા છે. અમેરિકાની ગઠબંધનવાળી ઈરાકી સેનાની કાર્યવાહી બાદ આઈએસઆઈએસના આતંકીઓ બગદાદ તરફ આવવા લાગ્યા છે. એટલુ જ નહીં આઈએસે તેના એક ઓનલાઈન એજન્ડામાં શિયા મુસ્લિમોને નિશાન બનાવવા માટે મોટા પાયે જંગ છેડવા ધમકી પણ આપી છે.
http://sambhaavnews.com/

You might also like