Categories: World

બગદાદઃ બે બોંબ ધડાકામાં પ૧નાં મોત : ૧૦૦ને ઇજા

બગદાદ : ઇરાકના પાટનગર બગદાદના પૂર્વી શિયા બહુમતી વિસ્તારમાં ગઇકાલે થયેલા બે જોરદાર બોંબ ધડાકામાં ઓછામાં ઓછા પ૧ લોકોનાં મોત થયા છે અને ૧૦૦થી વધુને ઇજા થઇ છે. આ હુમલાની જવાબદારી આઇએસએ લીધી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રથમ હુમલો શિયા બહુમતી વિસ્તાર અલજજીદામાં બનેલા જવાહરા શોપિંગ મોલમાં થયો. હુમલાખોરોએ પહેલા મોલની બહાર ઊભેલી કારને બોંબથી ઉડાવી દીધી હતી અને તે પછી મોલની અંદર ગોળીબાર કરીને ઘૂસ્યા હતા. એક હુમલાખોરે આત્મઘાતી બોંબ વિસ્ફોટ કરી ખુદને ફૂંકી માર્યો હતો. આ હુમલામાં ૧૮નાં મોત થયા હતા અને ૪૦ને ઇજા થઇ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજો હુમલો મકુદદીયામાં બે બોંબ ધડાકા થકી થયો હતો. જેમાં ૩૦નાં મોત થયા હતા અને પ૦ લોકોને ઇજા થઇ હતી. હુમલા બાદ સમગ્ર દીયાલા પ્રાંતમાં કર્ફયુ લગાવી દેવામાં આવ્યો છે અને વિસ્તારને સીલ કરી દેવાયો છે. આ સંઘર્ષમાં ૭ સુરક્ષા જવાનોનાં પણ મોત થયા છે. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે. આ અગાઉ પણ શિયા મુસ્લિમોને નિશાના ઉપર લેવામાં આવ્યા હતા.

Navin Sharma

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago