બદ્રીનાથ મંદિરના દર્શન માટે 6 મહિના જોવી પડશે રાહ… જાણો કેમ

નવા વર્ષની શરૂઆત જો તમે બદ્રીનાથ યાત્રાથી કરવાનું ઇચ્છી રહ્યાં છો તો તમારે થોડો સમય રાહ જોવી પડશે. બદ્રીનાથના કપાટને આજતી 6 મહીના માટે બંધ કરવામાં આવ્યા છે. શરદીના મૌસમમાં ઉત્તરાખંડમાં આવેલ ચાર ધામ (કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી)ના કપાટ શ્રધ્ધાલુઓ માટે બંધ કરવામાં આવે છે. મંદિરના આ કપાટ હવે એપ્રિલ-મેમાં ખોલવામાં આવશે.

6 મહીના સુધી થાય છે તૈયારી…
આ છ મહીના સુધી મંદિરને ફુલોથી શણગારવા સાથે પ્રસાદ સિવાય બીજી ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. 6 મહીનાના સમય બાદ મંદિર ભવ્ય લાગે છે. જો તમે પણ બદ્રીનાથની યાત્રા કરવાનું વિચારી રહ્યાં છો તો તમારે એપ્રિલ-મે સુધી રાહ જોવી પડશે.

કેવી રીતે જઇ શકો છો…
બદ્રીનાથની સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે જે અહીંથી માત્ર 297 કિમી દૂર છે. ઋષિકેશ ભારતના પ્રમુખ શહેરોમાંનું એક છે. મુંબઇ, દિલ્હી અને લખનઉથી સીધી રેલવે સેવા સાથે જોડાયેલ છે. દિલ્હીથી રેલવે દ્વારા બદ્રીનાથ પહોંચવા માટે બે રૂટનો ઉપયોગ પ્રવાસીઓ કરતાં હોય છે. એરપ્લેન દ્વારા બદ્રીનાથ પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂન છે.

You might also like