બદરીનાથ હાઈવે ફરી બંધઃ ૬૦૦ યાત્રીઓ અટવાયા

દહેરાદૂન: ઉત્તરાખંડમાં બદરીનાથ હાઈવે લામબગડ ખાતે ભૂસ્ખલન થવાથી ફરીથી બંધ કરવામાં આવ્યો છે.બદરીનાથ હાઈવે બંધ થતા ૬૦૦ જેટલા યાત્રીઓ વિવિધ સ્થળે ફસાઈ ગયા છે. આ દરમિયાન બદરીનાથ ધામની આસપાસની પહાડીઓ પર મોસમની પ્રથમ હિમ વર્ષા થઈ છે. હિમ વર્ષાના કારણે પૌંડી-કોટ દ્વાર માર્ગ ત્રણ કલાક સુધી બંધ રહ્યો હતો. પિથોરાગઢમાં ભૂસ્ખલનના કારણે કાટમાળ રસ્તા પર આવી જતાં જોલજીવી-મુનસ્યારી માર્ગ આખો િદવસ બંધ રહ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામા ૨૪ કલાક દરમિયાન બદરીનાથમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ િદવસ બાદ રવિવારે બદરીનાથ હાઈવે પર વાહનવ્યવહાર શરૂ થયો હતો, પરંતુ રાત્રે વરસાદને કારણે લામબગડમાં પહાડીનો કાટમાળ સડક પર ધસી પડતા હાઈવે ફરીથી બંધ કરવો પડ્યો હતો. તેના કારણે આખો િદવસ વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. ૫૦૦ જેટલા યાત્રીઓ પગપાળા બદરીનાથ ધામ જવા રવાના થયા હતા. જોશીમઠમાં અટવાયેલા ૬૦૦ યાત્રીઓ આખો દિવસ હાઈવે ખુલ્લો થવાની રાહ જોઈને બેસી રહ્યા હતા. એ જ રીતે પાંડુકેશ્વર અને ગોવિંદ ઘાટમાં ૧,૦૦૦ યાત્રીઓ અને લામબગડમાં ૬૦૦ યાત્રીઓ અટવાઈ ગયા છે.

You might also like