બદરીનાથ ધામમાં છે ચમત્કારી છોડ, જાણો તેની વિશેષતા

દેશ-દુનિયામાં કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલા બદરીનાથમાં એક ચમત્કારીક છોડ આવેલો છે. જેને જોઇને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. વૈજ્ઞાનિકો એ વાતની તપાસ કરી રહ્યાં છે કે ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તની અસર બદરી તુલસી પર શું પડશે? પરંતુ પરિણામ ચોકાવનારા પ્રાપ્ત થયા છે.

હજારો વર્ષ પહેલાંથી  હિમાલયના બર્ફિલા પહાળો અને ઠંડીના માહોલ વચ્ચે પણ બદરી તુલસી કાર્બનને સોશી લે છે.  ચારધામની યાત્રાએ આવનારા લોકો  આ બદરી તુલસીને પ્રસાદી તરીકે ઘરે લઇ જાય છે. આ વિસ્તારના લોકોએ તેને ભગવાન બદરી વિશાલને સમર્પિત કરી છે. કોઇ પણ તેના છોડને નુકશાન પહોંચાડતું નથી. માત્ર શ્રદ્ધાળુ તેને પ્રસાદ ગ્રહણ કરવાની ભાવના સાથે તોડે છે.

બદરી તુલસી આટલી મોટી સંખ્યામાં માત્ર બદરીનાથમાં જ છે. લોકો તેનો ઉપયોગ ચા તરીકે કરે છે. આ તુલસી ડાયેરિયા, ડાયાબિટીસ, વાળ ઉતરવા, માથાનો દુઃખાવો, ફંગલ સંક્રમણ, તાવ, કફ-ખાંસી, બેક્ટેરિયલ સંક્રમણ જેવી સમસ્યામાં અસરકાર છે.

home

You might also like