પોનપ્પાનાં મેદપ્પા સાથે લગ્નઃ ચિનપ્પા પણ હાજર રહી

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અશ્વિની પોનપ્પાએ કુર્ગમાં પરંપરાગત રીત-રિવાજ પ્રમાણે પોતાના બોયફ્રેન્ડ કરણ મેદપ્પા સાથે લગ્ન કરી લીધાં. અહેવાલો અનુસાર અશ્વિની અને કરણની સગાઈ આ વર્ષના ઓક્ટોબરમાં થઈ હતી. કોદવા પરંપરા અનુસાર આ બંનેનાં લગ્ન યોજાયાં હતાં. કર્ણાટકના કોડાગુ જિલ્લાના વિરાજપેટ શહેરમાં રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અશ્વિનીએ લગ્ન પ્રસંગે કોદવા સાડી પહેરી હતી, જ્યારે મેદપ્પાએ પરંપરાગત ડ્રેસ ‘કુપ્પસા દત્તી’ પહેર્યો હતો. અશ્વિનીએ પોતાની કરિયરમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે અને તેની સૌથી શાનદાર પળ રહી છે જ્વાલા ગટ્ટા સાથે ૨૦૧૦માં કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની.

ઉલ્લેખનીય છે કે કરણ મેદપ્પા એક બિઝનેસમેન હોવાની સાથે સાથે મોડલ પણ છે. અશ્વિનીએ પોતાની સગાઈની જાહેરાત આ વર્ષની શરૂઆતમાં કરી હતી. તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે લગ્ન બાદ પણ તે બેડમિન્ટન રમવાનું ચાલુ રાખશે. લગ્નમાં સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને સ્ક્વોશ ખેલાડી જોશના ચિનપ્પા પણ હાજર રહી હતી.

You might also like