બેડમિંટન સ્ટાર પીવી સિંધૂએ રચ્યો ઇતિહાસ : ચીનને તેના જ ઘરમાં આપ્યો પરાજય

ફુઝોઉ : ઓલમ્પિક રજત પદ વિજેતા અને ભારતીય સ્ટાર શટલર પીવી સિંધૂએ રવિવારે ઇતિહાસ રચી દીધો હતો. ચીની ખેલાડીને તેના જ ઘરમાં હાર આપીને ચાઇના ઓપન બેડમિન્ટર ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. વિશ્વની 11માં ક્રમની સિંધુએ મહિલા સિંગલ્સની આઠમા નંબરની ખેલાડી સૂન યૂની વિરુદ્ધ એક કલાક નવ મિનિટ સુધી ચાલેલ સંધર્ષમાં 21-11,17-21,21-11થી જીત મેળવી હતી. પહેલીવાર સિંધૂએ ચાઇના ઓપનનો ખિતાબ જીત્યો છે.

વિશ્વનાં નવમા નંબરની ખેલાડી સૂન યૂની વિરુદ્ધ સિંધુની આ જીત બાદ કરિયર રેકોર્ડ પણ 3-3ની બરાબરી પર પહોંચી ચુકી છે. વર્ષ 2016માં પોતાના અવિશ્વસનીય પ્રદર્શનથી ઓલમ્પિક ફાઇનલ સુધી પહોંચનાર પહેલી ભારતીય મહિલા શટલર બની હૈદરાબાદ ખેલાડીઓ ચાઇના ઓપનમાં પણ અત્યંત સુંદર રમત રમી હતી. ક્વાર્ટર ફાઇનલમાં પણ ચિની ખેલાડી હી બિંગજિયાઓનાં કડક પડકારને તોડ્યો જ્યારે સેમીફાઇનલમાં સીડ કોરિયાની સૂન જી હ્યુને પણ હરાવી હતી.

સિંધૂ અગાઉ નંબર નવ ભારતીય ખેલાડી સાયના નેહવાલે બે વાર ચાઇના ઓપનની ફાઇનલમાં સ્થાન બાવ્યું છે. બે વર્ષ પહેલા ખિતાબ જીત્યો હતો. સાતમી સીડ સિંધૂ આ ટૂર્નામેન્ટ જીતનારી બીજી ભારતીય ખેલાડી હતી. ગત્ત કેટલાક સમયથી પોતાની રમતમાં ઘણા પરિપક્વ થઇ ચુકેલી ભારતીય શટલરે સમગ્ર આક્રમકતા સાથે ફાઇનલમાં પ્રદર્શન કર્યું. પાંચ ગેમ પોઇન્ટ જીતી જ્યારે સૂનનાં ખાતામાં બે ગેમ પોઇન્ટ જ આવ્યા હતા.

You might also like