25 મે થી રોહિણી નક્ષત્ર અને અંગારક યોગ, જાણો કઈ રાશિને થશે ફાયદો….

25 મે થી સુર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય રોહિણી નક્ષત્રમાં સાંજે 7 વાગ્યે 53 મિનિટ પર પ્રવેશ કરશે. રોહિણી નક્ષત્ર દરમ્યાન મંગળ અને કેતુનો સંયોગ ઘણા પ્રકારની મુશ્કેલીઓ લઈ ને આવે છે. જ્યારે મંગળ અને કેતુ એક જ રાશિમાં ગોચર રહે છે તો તે સમયે અંગારક યોગ બને છે. આ યોગના કારણે કેટલીક રાશિઓ પર તેનો ખૂબ ખરાબ પ્રભાવ પડી શકે છે.

શુ હોય છે અંગારક યોગ

જ્યારે મંગળ અને કેતુ એક જ રાશિમાં હોય છે તે સમયે અંગારક યોગ બને છે. 2 મે થી મંગળ અને કેતુ એક જ રાશિમાં સાથે છે જે 6 નવેમ્બર સુધી રહેશે. જ્યારે અંગારક યોગનુ નિર્માણ તાય છે તે સમયે ભયંકર ગરમી, ભારે વાવાઝોડુ અને તમામ પ્રકારની વિપરીત પરિસ્થિતિઓ બને છે જેને અશુભ માનવામાં આવે છે.

આ રાશિઓને સૌથી વધારે નુક્શાન

જ્યોતિષાચાર્યોના અનુસાર જ્યારે પણ આવો યોગ બને છે તો એ દરમ્યાન મિથુન, તુલા, ધનુ, કર્ક અને કુંભ રાશિ વાળાને સૌથી વધારે નુક્શાન થાય છે. વૃષભ, વૃશ્વિક અને મીન રાશિ માટે આ સમય સૌથી સારો હોય છે. જ્યારે બાકીની રાશિઓ માટે આ સમય મિશ્ર રહે છે.

You might also like