હોકી, શુટિંગ અને તિરંદાજીમાં ભારત માટે દિવસ રહ્યો ખરાબ

રિયો : રિયો ઓલમ્પિકમાં અત્યાર સુધીમાં ભારતને ઘણી નિરાશા સાંપડી છે. સોમવારે પુરૂષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલથી અભિનવ બિંદ્રા બહાર થતાની સાથે જ મોટો ઝટકો લાગ્યો છે. પોતાની અંતિમ ઓલમ્પિક રમી રહેલ બિન્દ્રાએ સારી રતમ દેખાડી હતી. જો કે અંતે તે માત્ર 0.1 પોઇન્ટથી બ્રોન્ઝ મેડલથી જીત્યા હતા.

2008માં બેઇજિંગ ઓલમ્પિક રમતોમાં ગોલ્ડ મેડલ વિજેતા બિંદ્રા એક સમયે 113.4 પોઇન્ટ સાથે બીજા નંબર પર હતા. જો કે અંતે તે ચુકી ગયા હતા. આ સાથે જ ભારતનાં માટે સોમવારનો દિવસ ખુબ જ નિરાશાજનક રહ્યો હતો. એટલું જ નહી પુરૂષ હોકીનાં મેદાનમાં પણ ભારતીય ટીમ જર્મની સામે 2-1થી હારી ગઇ હતી. છેલ્લે સુધી લડત આપ્યા બાદ ભારતીય ટીમ છેલ્લી મીનિટોમાં હારી ગઇ હતી.

અભિનવ બિન્દ્રા 163.8 પોઇન્ટ સાથે ચોથા નંબર રહ્યા હતા. આ પહેલા 33 વર્ષીય બિંદ્રાએ સોમવારે જ ક્વોલિફાઇ રાઉન્ડમાં 7મા નંબરે રહ્યા હતા. તેની સામે રશિયાનાં વ્લાદિમીર માસ્લેનિકોવે માત્ર એક પોઇન્ટની બઢત સાથે કાંસ્ય પદક કબ્જે કર્યું હતું. ઇટાલીનાં નિક્કોલો કૈમ્પ્રિયાનીએ ગોલ્ડ જીત્યો હતો. જ્યારે યુક્રેનનાં સેરહી કુલીશે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

બીજી તરફ ભારતની લક્ષ્મીરાની પણ તિરંદાજી ઇવેન્ટમાં હારી ગઇ હતી. સોમવારે માઝીએ સ્લોવાકિયાની અલેકજેન્દ્રાની સામે 1-7થી મેચ ગુમાવી દીધી હતી. તેની પહેલા માઝી સહિત ત્રણ મહિલા ખેલાડીઓની તિરંદાજી ટીમને રવિવારે રશિયા તીરંદાજી ટીમને સોમવારે રશિયાસામે હારીને ક્વાર્ટરફાઇનલની બહાર નિકળવું પડ્યું હતું. માઝીએ સ્લોવાકિયાનાં પ્રતિદ્વંદીનાં હાથેપહેલા બે સેટ ગુમાવ્યા અને ત્રીજા સેટ માટે ડ્રો રમ્યા અને અંતમા ફાઇનલ ગુમાવી દીધી હતી.

માંઝીએ પોતાનાં રાઉન્ડની શરૂઆત 8 પોઇન્ટ સાથે શરૂઆત કરી હતી જો કે ત્યાર બાદ તે સંધર્ષ કરવો પડ્યો હતો. જો કે કેટલાક સારા શોટ્સ દ્વારા શરૂઆતી બે રાઉન્ડમાં હાવી રહ્યા બાદ બીજા સેટમાં લોગોવાએ 10 પોઇન્ટ સાથે નિર્ણાયક રીતે આગળ વધી હતી.મહિલા તિરંદાજીની અન્ય ખેલાડીઓ દીપિકા કુમારી અને બોમ્બાયલા દેવી ક્રમશ બુધવારે અને ગુરૂવારે પોતાની મેચ રમવા માટે ઉતરશે.

You might also like