શરીરમાં રહેલા બેક્ટેરિયા ગેસથી પોસ્ટમોર્ટમ વખતે અવાજ આવે છે

વોશિંગ્ટન: કેટલીક વાર લાશનું પોસ્ટમોર્ટમ કરતી વખતે અમુક એવી ઘટનાઓ બને છે જે ડોક્ટરના પણ હોશ ઉડાવી દે છે જ્યારે કોઇ વ્યક્તિનું આકસ્મિક મોત થાય છે ત્યારે તેની લાશને પોસ્ટમોર્ટમની મદદથી મોત અંગેનું નક્કર કારણ જાણી શકાય છે. ત્યારે એક રિપોર્ટમાં શરીરમાં રહેલા બેક્ટેરિયા ગેસથી પોસ્ટમોર્ટમ વખતે અવાજ આવતો હોવાનો દાવો કરવામા આવ્યો છે.

આ આર્ટિકલ પ્રમાણે પોસ્ટમોર્ટમ વિશે સાંભળીને જ કંપારી છૂટી જાય છે. મૃત્યુ પછી શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે.

શરીરના સ્નાયુઓનું જકડાઇ જવું, ચામડીના રંગ બદલાવો, શરીર ઠંડું પડી જવું વગેરે.અનેક વખત ડોક્ટર્સ પોસ્ટમોર્ટમ દરમિયાન પોતાના અનુભવો શેર કરતાં કહે છે કે, પોસ્ટમોર્ટમ દરમિયાન શરીરમાંથી કણસવાનો અવાજ કે બૂમોનો અવાજ આવે છે.

અચાનક આ પ્રકારના અવાજ આવવાથી એક ક્ષણ માટે ડોક્ટર્સનો શ્વાસ રોકાઇ જાય છે. જોકે, આવું થવા પાછળ કારણ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે.

You might also like