બચ્ચનને પણ ગમ્યું ઉર્વશીનું ‘સારા જમાના…’

બચ્ચનના આઇકોનિક સોંગ ‘સારા જમાના હસીનોં કા દીવાના’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી. તે કહે છે કે જ્યારે મને જાણ થઇ કે મારે આ ગીત પર ડાન્સ કરવાનો છે ત્યારે હું ખૂબ જ રોમાંચિત હતી. બચ્ચન સરના ગીત પર ડાન્સ કરવો એક સન્માન અને મોટી જવાબદારી છે. આ ગીતના નવા વર્ઝનને જસ્ટિફાય કરવા માટે મારે બેસ્ટ શોટ આપવાના હતા.

તે મારા માટે સરળ ન હતું. હું ઇચ્છતી હતી કે લોકો કહે કે ઉર્વશી બેસ્ટ છે, જોકે તે મુશ્કેલ અને પડકારરૂપ પણ હતું.
તે કહે છે કે સૌથી મોટો પડકાર એ હતો કે ૧૯૮૦માં જ્યારે ‘યારાના’ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે હું જન્મી પણ ન હતી, પરંતુ હું બચ્ચન સરના સ્ટેપ અંગે જાણતી હતી. મેં મારો બધો જ અનુભવ તેની સાથે ન્યાય કરવામાં લગાવી દીધો. મને મારાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે મેં જે ગીત કર્યું તે બચ્ચન સરને પણ ગમ્યું છે.

કોરિયોગ્રાફીની નજરથી જોઇએ તો નવું ગીત ઓરિજિનલ ગીતથી ખૂબ જ સમાનતા રાખે છે. ઉર્વશી કહે છે કે આ દરમિયાનની ફેશન ખૂબ જ અલગ હતી. અત્યારના ગીતમાં નવીનતા હતી, જોકે આ ગીત માટે મને જે પ્રશંસા મળી તેનું શ્રેય હું બચ્ચન સરને આપું છું, જ્યારે તમારી સામે આ પ્રકારની આભાવાળો સુપરસ્ટાર હોય ત્યારે તેની નકલ કરવાની લાલચ તમારા મનમાં જાગી ઊઠે તે સ્વાભાવિક છે. મેં આ સોંગમાં એવા જ રંગનાં કપડાં પહેર્યાં જેવાં બચ્ચન સરે પહેર્યાં હતાં. એ પ્રકારનાં થોડાં એક્સ્પ્રેશન પણ રખાયાં હતાં. આખું ગીત થીમ અનુસાર ફિલ્માવાયું હતું.

http://sambhaavnews.com/

You might also like