અમિતાભે બાળક જન્મવાની ખુશીમાં નર્સને પિવડાવ્યું હતુ શેમ્પેઇન

મુંબઇ : સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાનાં પુત્ર અભિનેતા અભિષેક બચ્ચનનાં 41માં જન્મ દિવસ પર જુના દિવસોની યાદો તાજી કરી હતી. અમિતાઆભે અભિષેકની સાથેની પોતાની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી. બ્લોગમાં તેમણે લખ્યું કે, એક સમય હતો કે જ્યારે 1976માં તેનો જન્મ થવાનો હતો અને હું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દોડ્યો હતો. ત્યાર બાદ તે મોટો થતો ગયો અને મોટો દેખાવા લાગ્યો હતો.

અમિતાભે લખ્યું કે હું બચ્ચનજીના (હરીવંશરાય બચ્ચન)નાં પુત્ર સ્વરૂપે જનમ્યો હતો. જે એક પણ અક્ષર બોલવાનું શિખ્યા પહેલા જ એક સેલેબ્રિટી બની ગયો હતો. અભિષેક પણ અમિતાભ બચ્ચનનાં ઘરે જનમ્યો અને સેલેબ્રિટીનો અર્થ સમજતા પહેલા જ સેલેબ્રિટી બની ગયો હતો.

અમિતાભે કહ્યું કે તેનાં પિતા એક પ્રખ્યાત અને સન્માનિત વ્યક્તિ હતા. આ જ કારણ હતું કે તેમના ઉપનામ સાથે જોડાયેલા કેટલાક સામાજિક, નૈતિક અને સાંસ્કૃતિક કાયદા નિભાવવા તેમના માટે જરૂરી હતા.

અમિતાભે કહ્યં કે બ્રિચ કેન્ડીમાં વિતાવેલા સમયને કઇ રીતે ભુલી શકું.ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને અમારા પારિવારિક ડોક્ટર શાહે કહ્યું કે તુ શુ ઇચ્છતો હતો ? અમિતાભે લખ્યું કે તેની સ્માઇલ પરથી સ્પષ્ટ હતું કે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે. શેમ્પેઇનની બોટલ ખોલી અને ડ્યુટી પર રહેલી નર્સ અને સિસ્ટર્સને તેમની મર્જી અને નિયમોની વિરુદ્ધ શેમ્પેઇનની એક એક ઘૂંટ પિવડાવવામાં આવી. પરિવારમાં એક સભ્ય જોડાવાની ખુશી હતી.

You might also like