‘ઇન્ડિયા’-‘હિનાયા’ મળી ને સોશિયલ મીડિયા પર છવાઈ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલ બે બાળકીઓની તસવીર વાઇરલ થઈ રહી છે. એમાંથી એકનું નામ છે ‘ઇન્ડિયા’ અને બીજીનું નામ છે ‘હિનાયા”. આ કોઈ સાધારણ બાળકીઓ નથી, બલકે બે દેશના બે મોટા ક્રિકેટરની પુત્રીઓ છે. હાલ દેશમાં આઇપીએલ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટ ઘણી લાંબી ચાલવાની છે તેથી વિદેશી ક્રિકેટર્સ, કોમેન્ટ્રેટર અને કોચ પોતાના પરિવાર સાથે ભારત આવ્યા છે. આવી જ રીતે દક્ષિણ આફ્રિકાના મહાન ફિલ્ડર જોન્ટી રોડ્સની પુત્રી ‘ઇન્ડિયા’ અને ભારતના દિગ્ગજ સ્પિનર હરભજનસિંહની પુત્રી ‘હિનાયા’ને એકબીજાને મળવાની તક મળી. આ દરમિયાન બંનેની તસવીર ક્લિક કરી લેવાઈ અને હરભજને પોતાના સોશિયલ મીડિયા પેજ પર આ તસવીર પોસ્ટ કરી દીધી.

જોન્ટીની પુત્રીનું નામ ઇન્ડિયા છે. તે લગભગ બે વર્ષની છે, જ્યારે ભજ્જીની પુત્રી હિનાયા હજુ એક વર્ષની પણ નથી થઈ. જોન્ટી મુંબઈ ઇન્ડિયન્સનો ફિલ્ડિંગ કોચ છે. આથી ભજ્જી અને રોડ્સ બંને સાથે હોય છે. ફોટોમાં હિનાયા રોડ્સની પુત્રી ઇન્ડિયા તરફ જોઈ રહી છે, જ્યારે ઇન્ડિયા કેમેરા તરફ જોઈ રહી છે. જોન્ટીની પુત્રીનો જન્મ ભારતમાં જ થયો હતો અને એ પણ આઇપીએલની ૨૦૧૫ની સિઝન દરમિયાન. બાદમાં ભારત સાથેની લાગણી જોઈને રોડ્સે પોતાની પુત્રીનું નામ ‘ઇન્ડિયા’ રાખી દીધું હતું. રોડ્સ દક્ષિણ ભારતનાં મંદિરોમાં પોતાના પુત્રી ઇન્ડિયાના માટે પૂજા પણ કરાવી ચૂકયો છે.
http://sambhaavnews.com/

You might also like