કાર ચાલકે રિવર્સ લેતા મંદિરના પ્રાંગણમાં રમતી બાળકી કચડાઇ

અમદાવાદની મધ્યમાં આવેલા જગન્નાથ મંદિરમાં કામ કરતા કર્મચારીનું બાળક મંદિરના પ્રાંગણમાં રમી રહ્યું હતું. તે દરમિયાન કાર રિવર્સ લેવા 3 વર્ષની બાળકી કાર નીચે કચડાઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના પ્રાંગણમાં બની છે.

મહત્વનું છે કે મંદિરના પ્રાંગણમાં કોઈપણ કારને અંદર આવવાની શખ્ત મનાઈ હોય છે. પરંતુ આ કારચાલક મંદિરમાં કાર લઈને આવ્યો હતો અને પાર્ક કરતી વખતે ગાડીને રિવર્સમાં લેતા સમયે બાળકીનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તો આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે જગન્નાથ મંદિરમાં રોજબરોજ કેટલાય ભક્તો દર્શન કરવા આવતા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પટાંગણમાં કોઇપણ પ્રકારના વાહનો લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેમ છતાં આજરોજ એક ભાવિક પોતાની કાર લઇને મંદિરમાં પ્રવેશ લીધેલ ત્યારે આ ભાવિકે પોતાની કારને રિવર્સમાં લેવાનો પ્રયાસ કરતા ગાડીની પાછળ રહેલ મંદિરના કર્મચારીની એક બાળકી ગાડી નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ નજીકના પોલીસ મથકથી પોલીસ જવાનો ઘટના સ્થળે હાજર થયા હતા અને કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અને બાળકીના મૃતદેહને સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી આપ્યો હતો.

You might also like