મંત્રી બાબુલ સુપ્રિયોએ કર્યા લગ્ન, પીએમએ આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો અને તેની ગર્લફ્રેન્ડ એર હોસ્ટેસ રચના શર્મા મંગળવારે દિલ્હીમાં લગ્ન કર્યા છે. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ભાજપના લાલકૃષ્ણ અડવાણી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રિય મંત્રી અનંત કુમાર અને જિતેન્દ્ર સિંહ હાજર રહ્યાં હતા. બાબુલ સુપ્રિયોને લગ્નની શુભેચ્છા આપવા માટે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ, શશિ થરૂર, સિંગર શાન, અનુમલિક સહિતની મોટી હસ્તીઓ હાજર રહી હતી.

બાબુલ અને રચના વર્ષ 2014માં મુંબઇથી કોલકત્તા જઇ રહેલી ફ્લાઇટમાં એકબીજાને મળ્યા હતા. તેમની મીત્રતા સમય જતા પ્રેમમાં પરીણામી હતી અને લગ્નના બંધને બંધાયા હતા. દિલ્હીમાં રહેનારી રચના શર્મા જલંધરની છે. તેમનો પરિવાર છેલ્લાં બે વર્ષથી પશ્ચિમ બંગાળમાં રહે છે. બાબુલ સુપ્રિયોના આ બીજા લગ્ન છે. પ્રથમ લગ્નથી તેમને સંતાનમાં એક પુત્રી છે.

You might also like