બાબુલ સુપ્રિયો ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપના થીમ સોંગને અવાજ આપશે

નવી દિલ્હીઃ ગાયક અને કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો આગામી વર્ષે ભારતમાં યોજાનાર ફિફા અંડર-૧૭ ફૂટબોલ વર્લ્ડકપનું થીમ સોંગ ગાશે. તેણે વચન આપ્યું છે કે તે ૨૦૧૦ વર્લ્ડકપના મશહૂર ગીત ‘વાકા વાકા’ને ટક્કર આપે એવું હશે. ઉલ્લેખનીય છે કે ‘વાકા વાકા’ ગીત શકીરાએ ગાયું હતું. બાબુલે કહ્યું, ”ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે આગામી વર્ષે યોજાનાર અંડર-૧૭ ફૂટબોલ વર્લ્ડકપ માટે થીમ સોંગ ગાવાની જવાબદારી મને સોંપી છે. પ્રીતમ આ થીમ સોંગનું મ્યુઝિક આપશે, હજુ ગીત તૈયાર નથી થયું, પરંતુ ટૂંક સમયમાં આ અંગેની જાણકારી મળી જશે.”

You might also like