એર હોસ્ટેસ સાથે મોદીનાં આ મંત્રીને થયો પ્રેમ : ટુંકમાં જ કરશે લગ્ન

નવી દિલ્હી : બે વર્ષ પહેલાની વાત છે જ્યારે કેન્દ્રીય મંત્રી અને ગાયક બાબુલ સુપ્રીયો જેટ એરવેઝનાં વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા. વિમાન 35000 ફૂટની ઉંચાઇ પર હતું અને મુંબઇથી કોલકાતા જઇ રહ્યું હતું. ત્યાં તેની મુલાકાત રિચા શર્મા સાથે થઇ અને તેનાં માટે લવ એટ ફર્સ્ટ સાઇડ હતો. એક સમાચાર પત્રએ દાવો કર્યો કે બાબુલ સુપ્રીયોએ જેટ એરવેઝની કેબિન ક્રૂ રિચા શર્મા સાથે મુલાકાતનાં પોતાનાં 40 દિવસોને યાદગાર ગણાવ્યા કે તેમણે આ દરમિયાન પ્રત્યેક દિવસ એક ગીત ગાઇને રિચાને મોકલ્યું હતું.

ત્યાર બાદ આ કપલે બે વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા હતા. હવે બાબુલ સુપ્રીયો 9 ઓગષ્યનાં રોચ રિચાની સાથે લગ્ન કરવાની તૈયારીમાં છે. હાલમાં જ બાબુલે પોતાની માંની ઉપસ્થિતીમાં રીચા સાથે સગાઇ હતી. રાજકારણમાં આવતા પહેલા બાબુલ સુપ્રિયો એક વખત લગ્ન કરી ચુક્યા છે. 1995માં રિયા નામની યુવતી સાથે તેમનાં લગ્ન થયા હતા અને 2006માં છુટાછેડા થઇ ગયા હતા. પોતાનાં જુના લગ્ન જીવનમાં શર્મીલી નામની એક પુત્રી પણ છે.

You might also like