Bollywood: દેશી ગર્લ્સને મળ્યા વિલાયતી બાબુ

પંછી, નદીયાં, હવા કે ઝોકે, કોઇ સરહદ ના ઇન્હે રોકે…ની જેમ જ બોલિવૂડની સુંદરીઓએ પણ ઘણી વાર વિદેશીઓના પ્રેમમાં પડીને તેમની સાથે ઘરસંસાર શરૂ કર્યો છે. બોલિવૂડની આ દેશી ગર્લ્સના પતિદેવો વિદેશમાં છે. કોઇ સ્પોર્ટ્સમાં તો કોઇ હોલિવૂડમાં અથવા તો કોઇ પોતાના બિઝનેસમાં વ્યસ્ત છે. બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમને તેમનો ‘મિસ્ટર રાઇટ’ સરહદ પાર મળ્યો.

પ્રિયંકા ચોપરા-નિક જોનાસઃ
પ્રિયંકાથી ૧૦ વર્ષ નાનો નિક જોનાસ હોલિવૂડ સિંગર છે. તેમની મુલાકાત ર૦૧૭માં હોલિવૂડના એવોર્ડ ફંક્શનમાં થઇ હતી. ત્યારબાદ પ્રિયંકા નિકના કઝીનના લગ્નમાં પહોંચી. પ્રિયંકાના જન્મદિવસે બંનેએ સગાઇ કરી. ત્યારબાદ બે મહિનામાં લગ્ન પણ કરી લીધાં.

 

તાપસી પન્નુ અને મેથિસ બોએઃ
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બાદ બોલિવૂડમાં પણ અલગ ઓળખ બનાવી ચૂકેલી તાપસી પન્નુ પણ બેડમિંટન પ્લેયર મેથિસ બોએને ડેટ કરી રહી છે. ડેન્માર્કના મેથિસ છેલ્લાં ચાર વર્ષથી તાપસીને ડેટ કરી રહ્યા છે. ર૦૧૩માં ઇન્ડિયન બેડમિંટન લીગ દરમિયાન તેમની પહેલી મુલાકાત થઇ હતી. ઓગસ્ટ-ર૦૧૮માં બંનેને એક વાર ફરી લંચ ડેટ પર સ્પોટ કરાયાં હતાં. બંનેએ પોતાની રિલેશન‌િશપને ખુલ્લેઆમ સ્વીકારી નથી અને અસ્વીકાર પણ કર્યો નથી.

પ્રીતિ ઝિન્ટા-જેન ગુડનોફઃ
લાંબા સમય સુધી સિંગલ રહેલી પ્રીતિ ઝિન્ટાને તેનો પ્રેમ યુએસમાં મળ્યો. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર જેન ગુડનોફ સાથે રિલેશનમાં રહેલી પ્રીતિએ ર૦૧૬માં લગ્ન કર્યાં. લગ્ન લોસ એન્જલસમાં ભારતીય રીતરિવાજ સાથે થયાં. લગ્ન બાદ પ્રીતિ ઝિન્ટાએ સની દેઓલ સાથે ‘ભૈૈયાજી સુપરહિટ’ ફિલ્મ કરી.

શ્રુતિ હાસન-માઇકલ કાર્સેલઃ
લંડનમાં રહેતા થિયેટર આર્ટિસ્ટ માઇકલ કાર્સેલ પણ શ્રુતિ હાસનના બોયફ્રેન્ડ છે. બંનેની મુલાકાત લંડનમાં એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. ડિસેમ્બર-ર૦૧૭માં શ્રુતિ, માઇકલ અને કમલ હાસન એક લગ્નમાં જોવા મળ્યાં હતાં. ત્યાં માઇકલે સાઉથ ઇન્ડિયન પોશાક પહેર્યો હતો. ર૦૧૮ના અંતમાં બંનેના લગ્નના સમાચાર આવ્યા હતા, પરંતુ શ્રુતિએ આ સમાચારોનું ખંડન કર્યું હતું.

સેલિના જેટલી-પીટર હોગઃ
દુબઇમાં થયેલી મુલાકાત બાદ પીટર ઇન્ડિયા સેલિના જેટલીના પરિવારને મળવા આવ્યો હતો. ર૦૧૧માં સેલિના અને પીટરનાં લગ્ન થયાં હતાં. ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન પીટર હોગની દુબઇ અને સિંગાપોરમાં હોટલ્સની ચેઇન છે. સેલિના જેટલીનાં બે જોડિયાં બાળકો વિન્સ્ટન અને વિરાજ છે.

ઇલિયાના ડી’ક્રૂઝ અને એન્ડ્રયુ નીબોનઃ
ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રયુ નીબોન અને ઇલિયાનાના ડી’ક્રૂઝ છેલ્લાં ચાર વર્ષથી રિલેશન‌િશપમાં છે. સમાચાર તો એવા પણ આવ્યા કે બંનેએ સિક્રેટ મેરેજ કરી લીધાં છે, પરંતુ ઇલિયાનાએ આ વાતને સમર્થન આપ્યું ન હતું, જોકે ક્રિસમસ પર કરેલી એક પોસ્ટમાં તેણે ફોટો ક્રેડિટ સાથે ‘Hubby’ લખ્યું હતું.

રાધિકા આપ્ટે અને બેનેડિક્ટ ટેલર
યુકે બેઇઝ્ડ બેનેડિક્ટ મ્યુઝિશિયન છે. રાધિકા અને બેનેડિક્ટની મુલાકાત ત્યારે થઇ જ્યારે તે લંડનમાં કન્ટેમ્પરરી ડાન્સની ટ્રેનિંગ લઇ રહી હતી. લિવ-ઇનમાં રહ્યા બાદ સપ્ટેમ્બર-ર૦૧રમાં રાધિકા અને બેનેડિક્ટે કોર્ટ મેરેજ કરી લીધાં. રાધિકાના એક કલોઝ ફ્રેન્ડે બેનેડિક્ટ અને રાધિકાનાં લગ્નના સમાચાર
રિવીલ કર્યા, ત્યાં સુધી કોઇને ખ્યાલ નહોતો કે રાધિકા મેરિડ છે. •

You might also like