બાબુ બોખિરીયાને મંત્રીપદ નહીં તો 5ટર્મથી વિજેતા એવા રમણ પાટકર પહેલીવાર મંત્રીમંડળમાં

ભાજપ સરકાર દ્વારા મંત્રીમંડળના નામોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા દિગ્ગજ નેતા બાબુભાઈ બોખિરિયાને આ વખતે મંત્રીમંડળમા સ્થાન આપવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, બાબુભાઈ બોખિરિયા પોરબંદરના ધારાસભ્ય છે અને તેમણે આ વખતે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાને હરાવ્યા છે. તેઓ બહુમતીથી જીત્યા છે, તેમ છતાં તેમને મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી.

બાબુ બોખિરીયાને આ પહેલા આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. રૂપાણી સરકારના મંત્રીમંડળમાં તેમને પાણી અને પુરવઠાના મંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમણે નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યુ નથી.

બીજી તરફ નવા મંત્રીમંડળમાં રમણ પાટકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રમણ પાટકરે JDUથી શરૂઆત કરી હતી. ભાજપમાં પ્રવેશ્યા બાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા. તેઓ 1995માં ઉમરગામથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ આ બેઠક પરથી 5 ટર્મથી વિજયી રહ્યા છે. તેઓ આ જિલ્લામાં અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂક્યા છે. તેઓ ઉમરગામની બેઠક પર વર્ષોથી દબદબો ધરાવે છે. પ્રથમ વખત તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

You might also like