બાબરી ધ્વંસ મામલે સુનાવણી બે સપ્તાહ ટળી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વિવાદિત ઢાંચા અંગેની સુનાવણી 6 એપ્રિલ સુધી ટાળવામાં આવી છે. ન્યાયમૂર્તી પિનાકી ચંદ્ર બોસ અને ન્યાયમૂર્તિ રોહિંતગટની નરીમનની પીઠે કહ્યું કે અમે આ મામલે સુનાવણી 2 સપ્તાહ બાદ 6 એપ્રિલે  કરશું. આ બધાની વચ્ચે તમામ સંબંધિત પક્ષ આ મામલે પોતાનું લેખિત સોગંદનામુ રજૂ કરશે.

ન્યાયાલયે આજે એ નક્કી કર્યું છે કે વિવાદિત ઢાંચા મામલે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલા કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, વિશ્ન હિંદૂ પરિષદના નેતા વિનય કટિયાર અને અન્ય પર ગુનાકિય ષડયંત્ર રચવાના આરોપ પર ફરીથી કેસ ચલાવવામાં આવે કે નહીં,  કોર્ટે જજ રોહિંગતટનની ગેરહાજરીને કારણે આ મામલે સુનાવણી ટાળવામાં આવી છે. આજે સુનાવણી દરમ્યાન પીઠે તમામ પક્ષોને કહ્યું છે કે તેઓ લેખિતમાં સોગંધનામુ કોર્ટ સમક્ષ રજૂ કરે. ત્યાર બાદ 6 એપ્રિલે કોર્ટ આગામી સુનાવણી હાથ ધરશે.

આ પહેલાં અલ્હાબાદ હાઇ કોર્ટે 20 મે 2010ના રોજ આ નેતાઓ વિરૂદ્ધ બાબરી મસ્જિદ તોડવા માટે ગુનાકિય ષડયંત્ર રચવાનો આરોપ નકારી દીધો હતો. આ સાથે જ અદાલતે ખાસ અદાલતના નિર્ણયને યોગ્ય ગણ્યો હતો. બાદમાં આ આદેશ વિરૂદ્ધ સીબીઆઇએ અરજી દાખલ કરી હતી અને આ નિર્ણયને રદ્દ કરવાની માંગ કરી હતી.

http://sambhaavnews.com/

You might also like