બાબરી કેસમાં પાંચ હિંદુ નેતાઓનું CBIમાં સરેન્ડર

નવી દિલ્હીઃ બાબરી કેસમાં લખનઉમાં રામવિલાસ વેદાંતી સહિત પાંચ લોકો સ્પેશિય સીબીઆઇ કોર્ટમાં સરન્ડર કરવા માટે પહોંચ્યા છે. વેદાંતી ઉપરાંત ચમ્પત રાય, બીએલ શર્મા, મહંત નિત્ય ગોપાલ દાસ અને ધરમ દાસે સરન્ડર કર્યું છે. તમામ સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં એક સમન બાદ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્યવંસ મામલે સુનાવણી દરમ્યાન નિર્ણય કર્યો હતો કે બીજેપી નેતા અડવાણી, જોશી કલ્યાણ સિંહ સહિત ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદના 13 નેતાઓ પર ગુનાકિય ષડયંત્ર અંતર્ગત કેસ ચલાવવામાં આવે.

સીબીઆઇએ કોર્ટમાં અપીલ કરી હતી કે આ નેતાઓ પર ગુનાકિય ષડયંત્ર રચવા મામલે કેસ ચલાવવામાં આવે. સીબીઆઇની અપીલને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી. આ કેસ લખનઉ સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે. આગામી સુનાવણી ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ આવી શકે છે. ગત છ માર્ચે થયેલી સુનાવણીમાં અદાલતે કહ્યું હતું કે આ મામલે ન્યાય માટે દખલ કરવી પડશે. આ જોતા તકનીકી કારણો સર અડવાણી સહિત આ નેતાઓ પર લાગેલા ગુનાકિય ષડયંત્રના આરોપોને હટાવવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટે આ મામલે કહ્યું હતું કે અમે તેના માટે સંવિધાનમાં અનુચ્છેદ-142નો પણ ઉપયોગ કરી શકીએ છીએ.

http://sambhaavnews.com/

You might also like