બાળકોને ધમકાવવાથી સ્ટ્રેસ જન્મે છે

કેટલાક બાળકો સતત ટીવી, લેપટોપ કે મોબાઇલ લઇને બેસી રહેતા હોય છે. વિડીયો જોવા, ગેમ રમવી કે ટીવી સામે બેસીને કાર્ટુન જોવા આ બધુ આજકાલના બાળકો માટે ખુબ સામાન્ય બાબત બની ગઇ છે. બાળકોની હેલ્થને લઇને ચિંતાતુર રહેતા પેરેન્ટ્સ બાળકોને ‘ફક્ત બે મિનિટ જોઇ લે પછી નહીં જોવાનું’ એવી ધમકી આપતા હોય છે. બાળકોને સતત અપાતી અાવી બે મિનિટવાળી ધમકી બાળકોના મનમાં સ્ટ્રેસ ઊભું કરે છે. તેના કારણે નકારાત્મક લાગણીઓ પણ ઊભી થાય છે. બાળકોને તેમની ગમતી વસ્તુની મર્યાદાઓ બાંધવી ગમતી હોતી નથી. તેના બદલે પહેલેથી જ બાળકોને કયા સમયે ટીવી જોવાનું તેનો સિડ્યુઅલ ફિક્સ કરી દેવાય તો તેને રાહ જોવાની અને ધીરજ રાખવાની પોઝિટિવ ફિલિંગ મળે છે.

You might also like