સુપ્રીમ કોર્ટે ડેરા પ્રમુખની ઝાટકણી કાઢી : લવ યુનો અર્થ ઉપલબ્ધ હોવું નહી

નવી દિલ્હી : ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમની સુપ્રીમ કોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. 14 વર્ષ જુના બળાત્કાર મુદ્દે ગુરમતી રામ રહીમની દલીલને ફગાવતા સુપ્રીમ કોર્ટે તેની આકરી ઝાટકણી કાઢી નાખી હતી.

વાત જાણેએમ છે કે સુપ્રીમ કોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી જેમાં બળાત્કારનાં એક કેસમાં પીડિત મહિલાની હેન્ડરાઇટિંગ અને હસ્તાક્ષરનાં નમુનાની તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઇ પત્ર લખીને કહે છે કે બાબા જી આઇ લવ યુ તો તેનો અર્થ એવો નથી કે તે ઉપલબ્ધ છે.

એક મહિલાએ ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમની વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો હતો. ડેરા પ્રમુખ આ મુદ્દે જામીન પર જેલની બહાર છે. ત્યારે બીજી તરફ પંચકુલાની સીબીઆઇ કોર્ટમાં સતત આ મુદ્દે સુનવણી ચાલી રહી છે. હવે આ મુદ્દે કોર્ટ ટુંક જ સમયમાં પોતાનો ચુકાદો આપે તેવી શક્યચા છે.

આ મુદ્દે વર્ષ પહેલા ગુરમીત રામ રહીમે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે બે પીડિતો પૈકી એકનાં હેન્ડરાઇટિંગ અને હસ્તાક્ષરની તપાસ કેન્દ્રીય ફોરેન્સીક વિજ્ઞાન પ્રયોગશાળા ચંડીગઢ ઉપરાંત અન્ય સ્થળો પર કરાવવાની માંગણી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે આ કેસ 1999માં થયો હતો. 2002માં ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે પત્રનું સંજ્ઞાન લઇને સપ્ટેમ્બર 2002માં આ મુદ્દે સીબીઆઇ તપાસનાં આદેશો આપ્યા હતા. ત્યાર બાદ સીબીઆઇએ તપાસમાં આરોપો સાચા સાબિત થયા હતા. ડેરાપ્રમુખ ગુરમીત સિંહ વિરુદ્ધ વિશેષ કોર્ટ સમક્ષ 31 જુલાઇ 2007માં કેસ દાખલ કર્યો હતો.

You might also like