બાબા રામપાલ હત્યાના બંને કેસમાં દોષિત જાહેર, 16-17 ઓક્ટોબરે સજાનું કરાશે એલાન

હિસાર: સતલોક આશ્રમ પ્રકરણમાં જેલમાં બંધ વિવાદાસ્પદ સંત બાબા રામપાલને બંને કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સતલોક આશ્રમમાં 2014માં થયેલી હત્યા કેસમાં બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. 16-17 ઓક્ટોબરે સજાનું એલાન કરવામાં આવશે.

હિસાર જેલમાં જજે આ ચુકાદો આપ્યો છે. બાબા રામદેવની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જજ સામે રામપાલને રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે  કે 18 નવેમ્બર 2014માં સતલોક આશ્રમમાં હંગામો થયો હતો.

જેમાં એક 5 મહિલા સહિત 6 લોકોના મોત નિપજ્યા હતા. આ કેસમાં રામપાલ સહિત કુલ 14 આરોપી છે. આ મામલે બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

કેસમાં આજે ચુકાદો જાહેર થવાનો હોઇ હિસાર અને આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા જાપતો ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર હિસાર જિલ્લામાં કલમ-૧૪૪ લાગુ પાડી દેવામાં આવી હતી અને હિસારની તમામ સરહદો સીલ કરી દેવાઇ હતી.

કોઇ પણ પ્રકારની દહેશત અને આશંકાને લઇને આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટની ફરતે ત્રિસ્તરીય સુરક્ષા રિંગ ઊભી કરવામાં આવી હતી. આ સુરક્ષા બંદોબસ્તમાં કોઇ પણ બહારની વ્યકિતના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. શહેરમાં કેટલાક સ્થળોએ રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને રામપાલના સમર્થકોની ભીડને હિસાર શહેરમાં પ્રવેશતી રોકવા ૪૮ પોલીસ નાકા ઊભા કરવામાં આવ્યા હતા. પ્રશાસનને દહેશત હતી કે સુનાવણી દરમિયાન ૧૦થી ર૦ હજાર શ્રદ્ધાળુઓ કોર્ટ સંકુલ, સેન્ટ્રલ જેલ, મીની સચિવાલય, રેલવે સ્ટેશન પર એકત્રિત થઇ શકે છે. પ્રશાસને ૧૩૦૦ પોલીસકર્મીઓ અને બહારના જિલ્લાના ૭૦૦ જવાનોને ડ્યૂટી પર લગાવી દીધા હતા.

બરનાલાના સતલોક આશ્રમ પ્રકરણમાં હત્યાના બે કેસમાં આજે ચુકાદો આપ્યો છે. રેપિડ એકશન ફોર્સની પાંચ કંપનીઓ પણ તહેનાત કરાઇ છે. બરનાલાના સતલોક આશ્રમ પ્રકરણમાં હત્યાના બે કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિકટ  એન્ડ સેશન્સ જજ અજય પરાશર સેન્ટ્રલ જેલમાં કરી રહ્યા હતા.

થોડા સમય પહેલાં તેમની બદલી થઇ ગઇ છે. હવે રામપાલના મુખ્ય ત્રણ કેસ એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ ડી.આર.ચાલિયાની કોર્ટમાં ટ્રાન્સફર થઇ ગયા છે અને સેન્ટ્રલ જેલમાં જ આ કેસની સુનાવણી ચાલી રહી હતી.

You might also like