બાબા રામદેવ હવે માટીનાં વાસણો બજારમાં લોન્ચ કરશે

હરિદ્વાર: યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ હવે આયુર્વેદ અને યોગ ચિકિત્સા અનુસાર માટીનાં વાસણોનું નિર્માણ કરવા જઇ રહ્યા છે. તેમનો દાવો છે કે માટીનાં વાસણોનો ઉપયોગ કરવાથી અનેક બીમારીઓમાંથી છુટકારો મળે છે.

પ્રારંભિક તબક્કામાં બાબા રામદેવ માટીનો તવો અને કડાઇ બજારમાં લોન્ચ કરશે. ત્યાર બાદ તબક્કાવાર માટીનાં અન્ય વાસણો પણ બજારમાં મૂકવામાં આવશે. પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે આપણા દેશની માટી આયુર્વેદિક તત્ત્વોથી ભરપૂર હોય છે અને તેથી માટીના વાસણમાં રાંધવામાં આવેલ ભોજન માત્ર સ્વાદિષ્ટ જ નહીં, બલકે પૌષ્ટિક પણ હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આપણે ત્યાં પુરાતનકાળથી માટીનાં વાસણોનો ઉપયોગ થતો આવ્યો છે અને તેનાથી લોકો સ્વસ્થ પણ રહેતા હતા. જ્યારે આધુનિક યુગમાં બદલાયેલા પરિવેશ અને પશ્ચિમના આંધળા અનુકરણને કારણે આ વ્યવસ્થા છિન્નભિન્ન થઇ ગઇ છે. હવે બાબા રામદેવની પતંજલિ યોગપીઠ વધુ એક વાર આપણા પ્રાચીન ઋષિમુનિઓની માટીનાં વાસણોની પરંપરા ફરીથી શરૂ કરવા જઇ રહી છે.

You might also like