ટીવી સિરિયલના નિર્માતા પણ બની ગયા યોગગુરુ બાબા રામદેવ

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવે રાષ્ટ્રવાદના તીર ચલાવવા માટે તૈયાર છે. તેઅો સ્વામી દયાનંદ સરસ્વતીનાં ક્રાંતિકારી જીવન પર અાધારિત ટીવી સિરિયલ ‘વિદ્રોહી સંન્યાસી’ બનાવી રહ્યા છે. તેનું નિર્દેશન મધુર ભંડારકર કરી રહ્યા છે.  પટકથા અનુસાર ૧૮૫૭ની ક્રાંતિમાં મેરઠમાં મંગલ પાંડેને અાઝાદીનાં બ્યૂગલ વગાડવા માટે પ્રેરિત કરનાર સ્વામી દયાનંદ સરસ્વતી હતા. સિરિયલમાં અાવા ઘણાં તથ્ય બાગપતના લેખક તેજપાલ ઘામાની રિસર્ચ બુકમાંથી લેવાયા છે. ઘામાઅે સિરિયલ માટે ત્રણ અેપિસોડ અને દરેક એપિસોડમાં વન લાઈન સ્ટોરી લખી છે.

દયાનંદ સરસ્વતીનું અાઝાદીની ક્રાંતિમાં ખૂબ જ યોગદાન હતું. બાગપતના ઇતિહાસકાર તેજપાલે અા અંગે પુસ્તક સ્વામી દયાનંદ સરસ્વતી લખ્યું છે. લેખકના જણાવ્યા અનુસાર ગયા વર્ષે બાબા રામદેવની મુલાકાત મધુર ભંડારકર સાથે થઈ હતી. ત્યારબાદ સ્વામી દયાનંદે ક્રાંતિકારી તરીકે મેરઠમાં વિતાવેલા સમય પર ત્રણ અેપિસોડ લખ્યા છે.  સ્વામી દયાનંદના રોલ માટે મોડલ શિવેન્દ્ર અોમ સૈનિઅોલ સાથે શૂટિંગ ચાલી રહ્યું છે. અા સિરિયલના બાવન અેપિસોડ તૈયાર થશે.

You might also like