50 હજાર કરોડ સુધી પહોંચશે પતંજલિનો વેપાર, જાણો રામદેવનો ફ્યૂચર પ્લાન

નવી દિલ્હી: બાબા રામદેવ પતંજલિનો કારોબાર 50 હજાર કરોડ સુધી પહોંચાડવા માંગે છે. પતંજલિની ટૂથપેસ્ટ દંત કાંતીના પ્રમોશનનાં એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરતાં બાબાએ તેમની ઇચ્છા વ્યક્ત કરી હતી. રામદેવે કહ્યું કે લોકો અમારું 5 કરોડનું ટર્નઓવર જોઇને ડરી ગયા છે. આગળ આ 20 25 કરોડ સુધી પણ જશે. દેશના લોકોને સારું અને સસ્તું ઉત્પાદન પૂરું પાડશે અને જે પણ નફો થશે 100 ટકા દેશની સેવામાં લગાડવામાં આવશે.

બાબાએ મીડિયા સામે તેમનું ફ્યૂચર પ્લાનનો ખુલાસો તો કર્યો, સાથે વિદેશી કંપનીઓ પર પણ પ્રહારો કર્યા. બાબાએ કહ્યું કે ભારતને આર્થિક આઝાદી અપાવાની છે. બાબાએ એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કોસિલ ઓફ ઇન્ડિયા પર પ્રહારો કર્યા હતાં. બાબાના જણાવ્યા પ્રમાણે પતંજલિને ભ્રામક વિજ્ઞાપન બતાવવાના નામ પર 27 નોટીસો મોકલવામાં આવી. બાબાએ કહ્યું કે ASCI પતંજલિ પર તેમના સભ્ય બનવા માટે દબાણ કરી રહી હતી. જેમના સભ્ય યૂનિલિવર, પેપ્સી જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ છે.

બાબા રામદેવે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે શંકરાચાર્યએ ધર્મ રક્ષા માટે 4 મઠ બનાવ્યા હતાં, એવી રીતે ગૌરક્ષા માટે તે 4 ગૌશાળા બનાવશે. બાબાએ કહ્યું 500 કરોડ રૂપિયામાં અમે ગૌસંવર્ધ, સંરક્ષણ અને ભારતીય ગૌનસ્લના સુધારમાં ખર્ચ કરી રહ્યા છે. આવતાં 2 3 વર્ષમાં તેનું પરિણામ જોવા મળશે. બાબાના કહેવા પ્રમાણે હિંદુસ્તાનની જ એ ગાય જે 35 કિલો દૂધ આપે છે. તે 50 60 લીટર દૂધ આપશે. રામદેવનો ઇરાદો આર્યુવેદ પર રિસર્ચ માટે સેન્ટર ખોલવાનો પણ છે. પતંજલિ હરિદ્વાર, નાગપર, યૂપી, એમપી, આંધ્રપદેશ અને અસમમાં પણ ફૂડ પાર્ક બનાવશે.

You might also like