બાબા રામદેવે જાહેર કર્યા તેમના ઉત્તરાધિકારી

નવી દિલ્હીઃ પતંજલિ આયુર્વેદિકના વડા બાબા રામદેવે પોતાના વ્યવસાયના આગામી ઉત્તરાધિકારી કોણ રહેશ તે બાબતને લઇને મહત્વનો ખુલાસો કર્યો છે. શુક્રવારે સવારે ટવિટર પર પતંજલિના ઉત્તરાધિકારી કોઇ વ્યાપારી નહીં હોય. તે કોઇ સંન્યાસી પુરૂષ અથવા તો મહિલા હશે. જે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના વારસાને સંભાળી શકે. પતંજલિ આયુર્વેદની કમાન હાલ રામદેવના કારોબારી સહયોગી આચાર્ય બાલકૃષ્ણના હાથમાં છે. તેની પાસે સીઇઓની જવાબદારી છે. સમગ્ર સમૂહની જવાબદારી સંભાળવામાં બાબા રામદેવના નાના ભાઇ ભરત યાદવ બાળકૃષ્ણને સહકાર આપી રહ્યાં છે.


મંગળવારે જ બાબા રામદેવે કહ્યું હતું કે પતંજલિને 2020 સુધી પોતાના ઉત્પાદનોથી 1 લાખ કરોડ રૂપિયા સુધી લક્ષ્ય રાખ્યું છે. એક મીડિયા ઇવેન્ટમાં રામદેવે જણાવ્યું હતું કે પતંજલિએ ચાર વર્ષમાં લગભગ 100 ટકાનો ગ્રોથ કર્યો છે. આ વર્ષે પણ અને આજ ઝડપે આગળ વધી રહ્યાં છીએ. આગામી બેથી ત્રણ વર્ષમાં આ હાઉસ પ્રોડક્ટને 50,000 કરોડ સુધી પહોંચાડી દઇશુ. જ્યારે 2020 સુધીમાં આ પ્રોડક્શન 1 લાખ કરોડ થઇ જશે. સ્વદેશી બ્રાન્ડને અપીલ કરવા સાથે રામદેવે જણાવ્યું છે કે અમે દર વર્ષે 25 લાખ કરોડ રૂપિયાની પ્રોડક્ટ આયાત કરીએ છીએ. આટલા પૈસા મલ્ટી નેશનલ કંપનીઓ દેશની બહાર લઇ જાય છે. ત્યારે આપણું લક્ષ્ય ભારતીય આંતરપ્રિન્યોરને પ્રોત્સાહન આપવાનું છે.

home

You might also like