નોટબંધી પર ધર્મગુરુઓનું સરકારને સમર્થન, નોટબંધીનો વિરોધ રાષ્ટ્રદ્રોહ: બાબા રામદેવ

નવી દિલ્હી: નોટબંધી પર મોદી સરકારના સહયોગમાં ધર્મગુરુઓએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં બાબા રામદેવએ કહ્યું કે નોટબંધીનો વિરોધ કરવો દેશદ્રોહ થે, જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે તે લોકો રાષ્ટ્ર્દ્રોહ કરી રહ્યા છે.

મોદી સરકારના વખાણ કરતાં રામદેવ બોલ્યા કે નોટબંધીથી આતંકવાદ પર સૌથી મોટો હુમલો થયો છે, પાકિસ્તાનથી જે નકલી કરન્સી આવતી હતી મોદી સરકારના આ નિર્ણયથી આતંકવાદ અને નક્સલવાદનું ફંડિંગ રોકાશે.

બાબા રામદેવે કહ્યું કે કો-ઓપરેટિવ બેંકમાં ખૂબ ગડબડો થઇ છે. હવે એની પર કાર્યવાહી થશે, બે વખત ચેતાવણી આપ્યા બાદ કેટલાક લોકોના વિચારો બદલાયા નહતા, એઠલા માટે આવો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. રામદેવે કહ્યું કે આખી સમ્યાસ પરંપરા આ નિર્ણયના સમર્થનમાં છે.

મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ કહ્યું કે જનતા થોડો સમય ધૈર્ય રાખે, આ કોઇ પાર્ટી કે વ્યક્તિનો નિર્ણય નથી લપરંતુ ભઆરતની આત્માનો નિર્ણય છે. તેમણે કહ્યું કે મોદીએ સત્તા સંબાળ્યા બાદ દેશમાં ઘણા ફેરફાર થયા છે. કોમન સિવિલ કોડનો ઉલ્લેખ કર્યા વગર સ્વામી બોલ્યા કે જલ્દીથી દેશમાં દરેક સમાન જોવા મળશે.

You might also like