રાજકારણી-અભિનેતાઓની ફૂટબોલ મેચમાં બાબા રામદેવ કૂદી પડ્યા

નવી દિલ્હીઃ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં એક દિલચસ્પ ફૂટબોલ મેચ રમાઈ હતી. સામસામે હતા રાજકારણીઓ અને બોલિવૂડ અભિનેતાઓ. આ મેચનો ઉદ્દેશ વડા પ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલા ‘સ્વચ્છ ભારત અભિયાન’ અને ‘મહિલા સશક્તિકરણ’ કાર્યક્રમને પ્રોત્સાહન આપવાનો.  ગઈ કાલે આ મેચ ત્યારે રોમાંચક બની ગઈ, જ્યારે મેદાનમાં યોગગુરુ બાબા રામદેવ પણ ફૂટબોલ રમવા કૂદી પડ્યા. ૫૦ વર્ષીય બાબા રામદેવ બધા રાજકારણીઓ અને અભિનેતાઓને જોરદાર ટક્કર આપતા જોવા મળ્યા હતા. ક્યારે બોલની પાછળ ભાગતા તો ક્યારે બોલ છીનવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

You might also like