બાબા રામદેવના ગુરૂ અને આર્ય સમાજના નેતા આચાર્ય બલદેવનું નિધન

રોહતક: વરિષ્ઠ આર્ય સમાજના નેતા આચાર્ય બલદેવનું નિધન થઇ ગયું છે. તે 85 વર્ષના હતા. સવારે વોક દરમિયાન ઇજા પહોંચતાં તેમનું નિધન થયું. તે સ્વામી રામદેવના પણ ગુરૂ હતા. આજે તેમન પાર્થિવ શરીરના અંતિમ દર્શનો માટે રોહતકના દયાનંદ મઠમાં રાખવામાં આવશે અને આવતીકાલે બપોરે 12 વાગે અંતિમ સંસ્કાર થશે. જો કે હજુ સુધી અંતિમ સંસ્કારનું સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. આચાર્ય બલદેવ આજે સવારે લગભગ 4 વાગે રોહતકના દયાનંદ મઠમાં વોક કરી રહ્યાં હતા. તે દરમિયાન તે પડી ગયા હતા.

પડી જવાથી તેમના મોંઢામાં લગાવેલા કૃત્રિમ દાંત અંદર જતા રહ્યાં. ત્યારબાદ તેમને સારવાર માટે પીજીઆઇ રોહતક લઇ જવામાં આવ્યા, જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને દયાનંદ મઠ લાવવામાં આવ્યો. વીરવારને તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને શુક્રવારે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તે જીવનભર આર્ય સમાજના પ્રચાર-પ્રસાર માટે જોડાયેલા રહ્યા. તેમની ગણતરી દેશના વરિષ્ઠ આર્ય સમાજના નેતાઓમાં થતી હતી. તે આર્ય સમાજની સર્વોચ્ચ સંસ્થા સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ રહ્યાં હતા.

યોગ ગુરૂ બાબા રામદેવને પણ આચાર્ય બલદેવે શિક્ષા-દીક્ષા આપી હતી. વિવાદિત સંત રામપાલ દાસ વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં પણ આચાર્ય બલદેવની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આચાર્ય બલદેવની પહેલ પર રામપાલ દાસ વિરૂદ્ધ આર્યસમાજ એકજૂટ થયો હતો. આચાર્ય બલદેવના નિધનથી આર્ય સમાજમાં શોકની લહેર છે. આચાર્ય બલદેવના નિધનના સમાચાર મળતાં જ લોકો તેમના અંતિમ દર્શન માટે દયાનંદ મઠ રોહતક પહોંચી રહ્યાં છે.

You might also like