બાબા રામદેવનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું,”બેથી વધુ બાળકો પેદા કરનારને વોટિંગનો અધિકાર નહીં”

હરિદ્વારમાં આયોજિત જ્ઞાન કુંભમાં બાબા રામદેવે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે આ દેશમાં જે અમારી જેમ લગ્ન નહીં કરે તેઓનું વિશેષ સન્માન થવું જોઇએ. તેઓ એટલેથી જ ના અટક્યાં. તેઓએ આગળ વધુમાં એમ પણ કહ્યું કે, લગ્ન કરો અને જો બેથી વધારે બાળકો પેદા કરો તો તેઓને વોટ આપવાનો અધિકાર ના હોવો જોઇએ.

જો તેમ છતાં 10 બાળકો પેદા કરે, તેમાંથી એક બાળક અમને આપી દો. બાબા રામદેવનાં આ નિવેદન બાદ તમામ રાડનૈતિક પાર્ટીઓ અને લોકોમાં પણ ભારે ચર્ચા શરૂ થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે જ્ઞાનકુંભનાં પહેલા દિવસે શનિવારનાં રોજ બાબા રામદેવે રામ મંદિરને લઇને પણ મોટી વાત કરી હતી.

યોગ ગુરૂ સ્વામી રામદેવે કહ્યું કે, રામ મંદિર લોકોની આસ્થાનો મામલો છે. ટૂંક સમયમાં જ અયોધ્યામાં રામ મંદિર બનવો જોઇએ. તેઓએ કહ્યું કે, રામ મંદિર સંબંધમાં જો કોર્ટમાંથી ચુકાદો આવવામાં જો મોડું થાય તો સંસદમાં આ અંગેનું બિલ અવશ્યપણે લાવવું જોઇએ.

સ્વામી રામદેવ શનિવારનાં રોજ જ્ઞાનકુંભ દરમ્યાન પત્રકારો સાથે વાર્તા કરી રહ્યાં હતાં તેવાં સમયે તેઓએ કહ્યું કે, રામ જન્મ ભૂમિ પર રામનું મંદિર નહીં બને તો કોનું મંદિર બનશે. હવે રામ મંદિર બનાવવામાં મોડું ના થવું જોઇએ. તેઓએ એવી આશા જતાવી કે આને વિશે પણ કોઇ શુભ સૂચના મળશે.

You might also like