પતંજલિ લોન્ચ કરશે ‘સ્વદેશી જીન્સ’, પાકિસ્તાનમાં પ્રોડક્ટ વેંચવા માંગે છે બાબા રામદેવ

નાગપુર: યોગ ગુરુ બાબા રામદેવનો પતંજલિ સમૂહ હવે સ્વદેશી જીન્સ પણ લોન્ચ કરશે. નાગપુરમાં ફૂડ અને હર્બલ પાર્કના ઉદ્ઘાટનના પ્રસંગે બાબા રામદેવે જાહેર કર્યું છે કે સ્વદેશી જીન્સને આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે.

આ જીન્સ માત્ર ભારતમાં જ નહી પરંતુ બાંગ્લાદેશ અને આફ્રિકામાં પણ લોન્ચ કરવા જઈ રહી છે તેમને વધુમાં જણાવ્યું છે કે, પુરુષ અને મહિલા બંને માટે જીન્સ લોન્ચ કરવામાં આવશે. સાથે જ બીજા વેસ્ટર્ન કપડા પણ લોન્ચ
કરશે. પરંતુ અત્યારે બધું જ ફોકસ જીન્સ પર જ હશે.

તેઓ કહે છે કે, ‘મલ્ટી નેશનલ કંપનીઓ જાહેરાતો પર ખૂબ ખર્ચ કરે છે. તેઓ સેલેબ્રિટીઝ્ને બ્રાંડ એમ્બેસેડર બનાવે છે અને તેના બદલામાં તેમને કરોડો રૂપિયા આપે છે. હું માત્ર કેમેરાની સામે ઉભો રહું છુ અને પોતાની પ્રોડક્ટ વિશે
બોલું છું. લોકોને ખબર છે કે, પ્રોડક્ટ્સની ક્વોલિટીને લઈને જવાબદાર છું. તેઓએ મને ૨૦-૨૫ વર્ષથી સંઘર્ષ કરતા જોયો છે. તેમને ખબર છે કે બાબા રામદેવ જમીન પર ઊંઘે છે અને પોતાના માટે કંઇજ ઇચ્છતાનથી. શું કોઈ
એમએનસીના સીઈઓ કેમરાની સામે ઉભા રહીને પ્રોડક્ટ્સની જવાબદારી લેશે?’

રામદેવ મુજબ લોકો તેમની બ્રાંડમાં ભરોસો રાખે છે. તેઓએ કહ્યું કે, ‘અમે પોતાના હરીફથી કમ નથી પરંતુ શ્રેષ્ઠ ટેકનોલોજીનો જ ઉપયોગ કરીએ છે. તેથી જ પતંજલિ દેશમાં કામ કરી રહેલ કંપનીઓથી ઘણી વધારે મોટી છે. જલ્દી જ અમે દુનિયાભરમાં સફળતા પ્રાપ્ત કરીશું.

વધુમાં તેઓએ કહ્અયું હતું કે, ‘મારું લક્ષ્ય બિઝનેસમાં મળેલા નફાને ચેરિટીમાં ઉપયોગ કરવાનો છે, ખાસ કરીને શિક્ષા માટે. હું ઈચ્છું છુ કે, અમારા નફાનો ૮૦ ટકા ભાગ શિક્ષણમાં જાય. અમારી પાસે ૫૦૦ થી વધારે યોગીઓની ટીમ છે. અમે ઓછામાં ઓછા 5 હજાર યોગીઓને ટ્રેનિંગ આપશું જે આગળ જઈને પતંજલિનું કામકાજ સંભાળી શકશે.’

યોગ ગુરુ એ કહ્યું કે આપણે ગરીબ દેશો પર ધ્યાન આપવું જોઇએ કારણ કે તે દેશોના નફાનો ઉપયોગ ત્યાંના વિકાસ કાર્યોમાં કરવામાં આવે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બજારોમાં એન્ટ્રી રાજનિતીક સ્થિતિ પર
નિર્ભર કરશે. બાબાએ કહ્યું કે કંપનીના ઉત્પાદકો કેનેડા સુધી પહોંચી રહ્યા છે.

You might also like