મહિલાઓ સાથે સંતાનનાં નામે કરતો બળાત્કાર : ઢોંગી બાબાની ધરપકડ

નવી દિલ્હી : બારાબંકીમાં નિસંતાન મહિલાઓને બાળક આપવાનાં નામે બળાત્કાર કરનારા બાબાની ધરપકડ કરવામાં આવી છે. ઢોંગી બાબા રામ શંકર તિવારી ઉર્ફે પરમાનંદ બાબાને પોલીસે મધ્યપ્રદેશનાં સતનામાંથી પકડી પાડ્યો હતો. પરમાનંદ બાબા પર 12 કેસ દાખલ છે. બારાબંકીનાં એશપી અબ્દુલ હમીદે ઢોંગી બાબાની ધરપકડ અંગે કહ્યું કે બાબા મહિલાઓને પોતાની મોહજાળમાં ફસાવીને તેમનાં સાથે દુષ્કર્મ આચરતો હતો. બાબા પોતાનાં પ્રભાવનો ઉપયોગ કરતો હતો.

સારવારનાં નામે બળાત્કાર
ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહેલ એક એમએમએસએ ઉત્તર પ્રદેશનાં બારાબંકી જિલ્લામાં નકલી બાબાનાં અશ્લીલ કારનામાઓનો ખુલાસો કરી દીધો હતો. બાબા પોતે જ અશ્લીલ વીડિયો બનાવીને મહિલાઓને બ્લેકમેઇલ કરતો હતો.મોટા ભાગની નિસંતાન મહિલાઓ તેનો શિકાર બનતી હતી. તે સારવારનાં નામે મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધતો હતો.

અય્યાશીનો આશ્રમ

વાત બાબાબંકીનાં દેવા વિસ્તારની છે. જ્યાં માં કાલી હરઇ ધામનાં નામે રામ શંકર તિવારી ઉર્ફે પરમાનંદ બાબાનો એક આશ્રમ છે. બાબા નિસંતાન દંપત્તીઓને બાળકો આપવા માટે જાણીતો છે. તે પોતાની મહિલા ભક્તોથી ઘેરાયેલો રહે છે. હાલમાં જ કથિત બાબાનો એક એમએમએસ સામે આવ્યો હતો. જે સોશ્ય મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં બાબા મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળ્યો હતો.

બાબાની ટ્રીક જ બની તેના માટે ગાળીયો

બાબા મહિલાઓ સાથેની પોતાની રાસલીલાનાં વીડિયો બનાવી મહિલાઓને બ્લેકમેલ કરતો હતો. પરંતુ તેનો જ બનાવેલો વીડિયો તેનાં માટે ગાળીયો બન્યો. એક ક્લિપિંગ લિક થઇ જતા સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ હતી. જેથી પોલીસ પર બાબાની ધરપકડ કરવા માટે દબાણ થયું હતું. અંતે બાબાની ધરપકડ કરવામાં આવી હતી.

You might also like