ક્યારે થશે ‘બાહુબલી’ ના લગ્ન, બહેન પ્રગતિએ કર્યો ખુલાસો

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’ પ્રથમ અને બીજા પાર્ટના એક્ટર પ્રભાસને એટલુ ફેમ અને ઓળખા આપી છે કે તે હવે દુનિયાભરમાં ફેમસ થઇ ગયો છે. ‘બાહુબલી’ના બંને પાર્ટ્સની સફળતાને કારણે પ્રભાસ મોસ્ટ એલિજેબલ બેચલર્સની લિસ્ટમાં શામેલ થઇ ગયો છે. આ જ કારણથી પ્રભાસના ફેન્સ તેની પર્સનલ લાઇફમાં ખૂબ રસ લઇ રહ્યા છે.

થોડા સમય પહેલા આવેલા સમાચાર અનુસાર, પ્રભાસ ટૂંક સમયમાં મોટા બિઝનેસમેનની પૌત્રીની સાથે લગ્ન કરવાનો છે, પરંતુ હવે લાગી રહ્યુ છે કે પ્રભાસને લગ્ન કરવાની કોઇ જલ્દી નથી. પરંતુ તેમની બહેન અને કઝિને તો તેના લગ્ન માટે પ્લાનની તૈયારી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર, પ્રભાસની મોટી બહેન પ્રગતિ ઉપ્પાલત્તીએ જણાવ્યું હતું કે , ”અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ અને ચોક્કરપણે તેના લગ્ન દરમિયાન સારો સમય વિતાવવા મળશે.”પરંતુ પ્રગતિએ પણ ખબરથી કે બાહુબલી ક્યારે લગ્ન કરશે.

‘બાહુબલી’ ના ફેન્સ સ્ક્રીન પર પ્રભાસની કેમેસ્ટ્રી અનુષ્કા શેટ્ટી સોથે એટલી પસંદ આવી હતી, કે તેમણે એક્ટ્રેસની સાથે લગ્ન કરવાનું સૂચન આપી દીધું હતુ. થોડા સમય પહેલા જ પ્રભાસની અનુષ્કા શેટ્ટીના લિંકઅપની સમાચારો જાહેક થયા હતા, ત્યારે પ્રભાસે જણાવ્યું હતું કે તે હાલમાં લગ્ન નહી કરે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસે જણાવ્યું હતું કે, ”મારી ફિમેલ ફેન્સ જરાય પણ ચિંતા ન કરો. હું અત્યારે લગ્ન નહી કરું, હું લગ્ન માટે વિચારી પણ નથી રહ્યો.”

You might also like