‘બાહુબલી’ની એક્ટ્રેસે કર્યો વિદેશી ધૂન પર ડાન્સ, VIDEO VIRAL

બાહુબલી’થી ફેમસ થયેલી એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ ફરી એકવાર ચર્ચમાં આવી છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં તમન્ના જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. એણે ડીજે સ્નેકના લોકપ્રિય સોંગ મઝેન્ટા રિદિમ પર ડાન્સ કર્યો હતો. આ વીડિયોને સોશ્યલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ડીજે સ્નેકએ આ વીડિયોને લઇને કહ્યુ કે, ”મને ભારતમાં શૂટિંગ કરીને મજા આવી અને ભારતીય સંસ્કૃતિનો અનુભવ કર્યો. મને ભારત હંમેશાથી પસંદ છે. બાહુબલીની એક્ટ્રેસ તમન્ના ભાટિયાનો મજેન્ટા રિદિની ધૂન પર દેસી અંદાજમાં ડાન્સ ખરેખર સારો હતો. ભારતીય સંસ્કૃતિના ઘણા રૂપ જોઇને મને ખુશી થાય છે.”

 

આ બધાની શરૂઆત ડીજે સ્નેકે ભારતમાં શૂટિંગ દરમિયાન થઇ. ડીજે સ્નેકે ‘બાહુબલી’ જોઇ હતી જે તમન્નાએ મોકલી હતી, કેમકે તે હૈદરાબાદમાં તેને મળી શકી ન હતી. તમન્નાએ જણાવ્યુ કે, ”આ સોંગ મેં સાંભળ્યું અને મને ખૂબ જ પસંદ આવ્યુ હતુ.” તે પછી ડીજે સ્નેક અને તમન્ના સાથે બીજી ઘણી વાત થઇ જેમાં ડીજે આ સોંગને લઇને પોતાની પેશનની વાત કરી, જેથી ડીજે એ પોતાની ફ્રેન્ડને આ સોંગ પર ડાન્સ કરવા માટે ચેલેન્જ આપી.

 

From Paris to India #MagentaRiddim @tamannaahspeaks

A post shared by djsnake (@djsnake) on

તમન્નાએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો અને વિદેશી સોંગ પર દેશી મૂવ્ઝ કર્યા.

આ પહેલા ‘મજેન્ટા રિદિમ’ પર બનેલા એક વીડિયોમાં જેઠાલાલ અને દયાબેનનો ડાન્સ મિક્સ વીડિયો ડીજે સ્નેકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

 

🤣

A post shared by djsnake (@djsnake) on

You might also like