‘બાહુબલિ-2’ નવ હજાર સ્ક્રીન પર રિલીઝઃ રિલીઝ પહેલાં જ ૫૦૦ કરોડની કમાણી

મુંબઈ: અેસ. એસ. રાજામૌલિના ડિરેક્શનમાં બનેલી બાહુબલિ-૨ઃ ધ કનક્લુઝન અાજે થિયેટરો અને મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થઈ ગઈ. ૨૭૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ દુનિયાભરમાં લગભગ ૯૦૦૦ સ્ક્રીન પર રિલીઝ થઈ છે. ભારતમાં અા ફિલ્મને ૬૫૦૦ અને વિદેશમાં ૨૫૦૦ સ્ક્રીન મળી છે.

રિપોર્ટ મુજબ બાહુબલિ-૨ને યુએસમાં ૧૧૦૦ સ્ક્રીન મળી છે. કેનેડામાં ૮૦થી વધુ જગ્યાઅે અા ફિલ્મને ૧૫૦ સ્ક્રીન મળી છે. ન્યૂઝીલેન્ડ, અોસ્ટ્રેલિયા અને પીજી અાઈલેન્ડમાં ફિલ્મનાં હિંદી વર્ઝનને મોટા પાયે રિલીઝ કરાઇ છે. તો મલેશિયામાં તેના તમિલ વર્ઝનને મોટી રિલીઝ મળી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાટી, અનુષ્કા શેટ્ટી, રામિયા કૃષ્ણન, તમન્ના ભાટિયા અને સત્યરાજે મહત્વની ભૂમિકા ભજવી છે.

બાહુબલિ-૨નો ક્રેઝ એટલો છવાયો છે કે ફિલ્મ રિલીઝ પહેલાં જ ૫૦૦ કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. ફિલ્મની અા કમાણી થિયેટ્રિક્લ રાઈટ્સની છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર રમેશ બાલાના એક રિપોર્ટ મુજબ ફિલ્મના હિંદી વર્ઝનના રાઈટ્સ ૧૨૦ કરોડ અને તેલુગુ વર્ઝનના રાઈટ્સ ૧૩૦ કરોડમાં વહેંચાયા છે.

તામિલનાડુમાં અા ફિલ્મના રાઈટ્સ ૪૭ કરોડ રૂપિયામાં વહેંચાયા છે જે કોઈપણ નોન રજનીકાંત ફિલ્મની અત્યાર સુધીની સૌથી મોટી કિંમત છે. તામિલનાડુમાં અા ફિલ્મના રાઈટ્સ ૪૭ કરોડ રૂપિયામાં વેચાયા છે જે કોઈપણ નોન રજનીકાંત ફિલ્મની અત્યાર સુધીની સૌથી મોટી કિંમત છે. કેરળમાં ડિસ્ટ્રિબ્યૂશન રાઈટ્સથી અા ફિલ્મે ૧૦ કરોડ અને કર્ણાટકે ૪૫ કરોડની કમાણી કરી છે. અા પ્રકારે ફિલ્મનાં હિંદી વર્ઝનના સેટેલાઈટ રાઈટ્સ ૫૧ કરોડ રૂપિયામાં સોનીઅે ખરીદ્યા છે. તો ફિલ્મના તેલુગુ વર્ઝનના રાઈટ્સ ૨૬ કરોડ રૂપિયામાં વહેંચાયા છે.

અોવરસીસ માર્કેટના અાંકડા હજુ મળી શક્યા નથી. બાહુબલિના પહેલા પાર્ટના તમામ વર્ઝનના સેટેલાઈટ રાઈટ્સ ૪૫ કરોડમાં વેચાયા હતા. અામ તો અાખી ફિલ્મનું બજેટ ૨૭૦ કરોડ રૂપિયાનું છે. તેના ક્લાઈમેક્સને શૂટ કરવામાં લગભગ ૩૦ કરોડ રૂપિયા ખર્ચાયા છે. અા સીન ૨૦ મિનિટનો છે. ફિલ્મના હોટ પાર્ટમાં ક્લાઈમેક્સને શૂટ કરવાની કોસ્ટ ૧૫ કરોડ રૂપિયા હતી. એવું માનવામાં અાવી રહ્યું છે કે ફિલ્મના ચાર ક્લાઈમેક્સ બનાવાયા હતા તેમાંથી કોઈ એકને ફિલ્મમાં રાખવામાં અાવ્યા છે. ડિરેક્ટર અેસ. એસ. રાજામૌલિઅે ક્લાઈમેક્સની જાણકારી લીક થવા દીધી નથી.

બાહુબલિનો વોટર ફોલ વાળો સીન અામ તો બધાને યાદ છે. અા સીન સેકન્ડ પાર્ટમાં પણ રાખવામાં અાવ્યો છે. અા ઉપરાંત કેટલાક વોર સીન પણ છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા પ્રભાસે બાહુબલિના ફર્સ્ટ પાર્ટ બાદથી અાગામી ચાર વર્ષમાં કોઈ બીજી ફિલ્મ સાઈન કરી નથી.

ચેન્નઈમાં ‘બાહુબલિ-૨’ના મોર્નિંગ શો રદ
તામિલનાડુમાં ‘બાહુબલિ-૨’ના ડિસ્ટ્રિબ્યુટર કે. પ્રોડક્શન્સ અને ફિલ્મના નિર્માતાઓ વચ્ચે પૈસાના મુદ્દે વિવાદ સર્જાતા ચેન્નઈ સહિત આખા તામિલનાડુમાં બપોરે ૧૧.૦૦ પહેલાંના તમામ મોર્નિંગ શો રદ કરવા પડ્યા હતા. ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે તામિલનાડુના ફિલ્મ વિતરકે બાહુબલિ-૨ના નિર્માતાઅોને ૧૫ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. અા કારણે રાજ્યમાં ફિલ્મના તેલુગુ અને તામિલ વર્ઝનની રિલીઝમાં પણ સમસ્યાઅો અાવી રહી છે. હૈદરાબાદમાં લોકો વહેલી સવારથી ત્રણ-ત્રણ કિલોમીટર લાઈનમાં જોવા મળ્યા, જોકે હિન્દી વર્ઝનમાં રિલીઝને લઈ કોઈ સમસ્યા નથી. હિન્દી વર્ઝનને ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાણી રિલીઝ કરી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like