“કટપ્પાને બાહુબલી કો ક્યો મારા”, જાણવા મળશે 28 એપ્રિલે

મુંબઇઃ ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ બાહુબલીને પ્રેક્ષકોએ ખૂબ જ પસંદ કરી હતી. સ્પેશિયલ ઇફેક્ટવાળી આ ફિલ્મ સામે હોલીવુડની અનેક ફિલ્મો ફિક્કી પડી રહી છે. પરંતુ જ્યારથી બાહુબલી રિલીઝ થઇ છે ત્યારથી ફેન્સ એ સવાલ સતત પૂછી રહ્યાં છે કે “કટપ્પાને બાહુબલી કો ક્યો મારા”, આ ફિલ્મના ડાયરેક્ટર રાજમોલી આ સવાલનો જવાબ 28 એપ્રિલ 2017ના રોજ આપશે. કરણ જોહરે ટવીટર પર બાહુબલી -2ની રિલીઝ ડેટ જણાવી હતી.

બાહુબલીના હિંદી વર્ઝનના ડિસ્ટ્રયુબિશનના  રાઇટ્સ ધર્મા પ્રોડક્શને ખરીદ્યા છે. બાહુબલી ધ કન્ક્લૂધનના રાઇટ્સ પણ ધર્મા પ્રોડક્શન પાસે જ છે. રિપોર્ટસ પ્રમાણે આ ફિલ્મમાં ક્લાઇકમેક્સ સીન માટે 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે.


મળતી માહિતી પ્રમાણે ક્લાઇમેક્સમાં દોઢ કલાકની બેટલ સીક્વેન્સ દેખાડવામાં આવશે. તે પહેલા પાર્ટની સીક્વેન્સથી વધારે ગ્રેટ છે. ફિલ્મમાં પ્રભાસ, રાણા ડગ્ગુબત્તી, તમન્ના ભાટિયા અને અનુષ્કા શેટ્ટી જોવા મળશે.

You might also like