એપ્રિલમાં ‘બાહુબલી’ ની ડબલ ધમાલ, પહેલો ભાગ પણ ફરીથી થશે રિલીઝ

મુંબઇ: ‘બાહુબલી 2’ ના ટ્રેલરને એટલું પસંદ કરવામાં આવ્યું કે યૂટ્યૂબ પર એને વ્યૂઝના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. તો બીજી બાજુ ઇન્ડસ્ટ્રીઝને ‘બાહુબલી 2’ થી પણ જોરદાર કમાણીની આશા છે.

પરંતુ ‘બાહુબલી’ આવ્યાના બે વર્ષ થઇ ગયા છે. એવામાં શું તમને જૂની ફિલ્મ યાદ છે? જો યાદ ના હોય તો જાણી લો કે પ્રોડ્યૂસરે બાહુબલી 2 કરતાં પહેલા તમને ‘બાહુબલી’ દેખાડવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

તમને જણાવી દઇએ કે ‘બાહુબલી 2’ રિલીઝના એખ-બે સપ્તાહ પહેલા બાહુબલી પણ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. જો કે કઇ તારીખે રિલીઝ થશે એ માટેની તારીખ નક્કી કરવામાં આવી નથી.

‘બાહુબલી’ને ફરીથી રિલીઝ કરવાના કારણે નવી ફિલ્મના પ્રમોશનલ પ્લાન જ બતાવવામાં આવે છે. જાણવા મળી રહ્યું છે કે ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાનીએ આ વાતની મુહર લગાવી દીધી છે.

ટ્રેલર લોન્ચ દરમિયાન નિર્દેશકે આ ફિલ્મને બે ભાગમાં બનાવવાના કારણનો ખુલાસો પણ કર્યો છે. એમણે જણાવ્યું કે ફિલ્મને બે ભાગમાં એટલા માટે બનાવવામાં આવી છે કારણ કે સ્ટોરી લાંબી છે. અમે ઇફેકટ્સ અને એક્શન સિક્વેન્સને વધારી છે, સ્ટોરી હવે પહેલા જેવી નથી.

http://sambhaavnews.com/

You might also like