શિવરાત્રીએ સામે આવ્યું ‘બાહુબલી’નું આ જોરદાર લુક

કટપ્પાને બાહુબલી કો ક્યો મારા…એનો જવાબ જાણવા માટે લોકો બેચેન છે. અને એનો જવાબ 64 દિવસમાં મળવાનો પણ છે.

પરંતુ એ પહેલા ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામોલીએ મહાશિવરાત્રીના દિવસે બાહુબલી 2નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.

જણાવી દઇએ કે ફિલ્મનું શૂટિંગ છેલ્લા તબક્કામાં છે અને એના VFX વાળા ભાગમાં કામ ચાલી રહ્યું છે.

ગત વર્ષે નવેમ્બરમાં રાજામોલીએ ફિલ્મની પહેલી ઝલક દેખાડી હતી. કહેવામાં તો એવું ફણ આવી રહ્યું છે કે ફેબ્રુઆરીમાં જ ‘બાહુબલી 2’ ટ્રેલર પણ આવશે. જો કે એની સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.


તો બીજી બાજુ ફિલ્મનું પહેલું પોસ્ટર રાજામોલીએ 26 જાન્યુઆરીએ રજૂ કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ પોસ્ટરની ચર્ચા એમાં જોવા મળેલી ભૂલોના કારણે પણ થઇ હતી.

Visit: http://sambhaavnews.com/

You might also like