બાગી-2 ફિલ્મના ટ્રેલરે મચાવી ધૂમ, 24 કલાકમાં 60 મિલિયન લોકોએ જોયું ટ્રેલર

બાગી-2 જ્યારથી ટ્રેલર રીલીઝ થયું છે ત્યારથી સિનેચાહકોની વચ્ચે ટાઇગર શ્રોફની લોકચાહનામાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. ફિલ્મમાં ટાઇગરની એકશન અને દમદાર લુકના દર્શક જ નહીં બોલીવુડના કલાકારો પણ દિવાના થઇ ગયા છે. ટાઇગરની આ ફિલ્મનું ટ્રેલર ધમાલ મચાવી રહ્યું છે. એક્શન એન્ટરટેનિંગ ફિલ્મ બાગી-2નું ટ્રેલર રીલીઝ થવાના 24 કલાકમાં 60 મિલિયમથી વધારે લોકોએ જોઇ લીધું છે.

ડિજિટલ પ્લેટફોર્મ (ફેસબુક, યૂ-ટયુબ અને હોટસ્ટાર) અને બ્રોડકાસ્ટના કુલ મળી અત્યાર સુધીમાં 60 મિલિયન લોકોએ બાગી-2નું ટ્રેલર જોયું છે. 60 મિલિયનમાંથી 20 મિલિયમ વ્યૂઝ ફેસબુક અને યૂ-ટયુબના છે. આ અંગેની જાણકારી ટાઇગર શ્રોફે પોતે ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. ફિલ્મ રીલીઝ પહેલાં જ ટાઇગર શ્રોફના જોરદાર અને પાવર પેક્ડ એકશન કેરેકટરે દર્શકોને રોમાંચિત કરી દીધા છે. હવે ફિલ્મ ચાહકોને આ ફિલ્મ રિલીઝ થવાની રાહ છે.

જે રીતે બાગી-2 ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી રિસ્પોન્સ મળી રહ્યો છે તે જોતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરે તેવું ફિલ્મ વિશ્લેષકોનું માનવું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ બાગી-2 2016ની ફિલ્મ બાગીની સિક્કવલ છે. પ્રથમ ફિલ્મમાં ટાઇગરની સાથે શ્રધ્ધા કપૂર હતી. આ વખતે બાગી-2માં ટાઇગરની સાથે દિશા પટની હિરોઇન તરીકે જોવા મળશે. બાગી ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેકશન કર્યું હતું.

You might also like