‘બાગી-2’નું પહેલું ગીત રિલીઝ થયું, મસ્ત છે દિશા-ટાઈગરની કેમિસ્ટ્રી

ટાઈગર શ્રોફ અને દિશા પટણીની આગામી ફિલ્મ ‘બાગી 2’ નું પહેલું ગીત ‘મુંડિયા’ રિલીઝ થયું છે. આ ગીત સાંભળીને ખ્યાલ આવી જશે કે આ એક પંજાબી ગીત છે. પંજાબી મ્યૂઝિકના શોખીન લોકોને આ ગીત ચોક્કસ ગમશે.

આ ગીત પંજાબી ગીત ‘મુંડિયા તો બચ કે…’ નું નવું વર્ઝન છે, જેમાં ટાઈગર અને દિશા વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ ગીત તમારો મૂડ ફ્રેશ કરી શકે તેવું છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ‘બાગી’ નું સિક્વલ છે. જો કે પહેલી ફિલ્મ ખાસ સફળ નહોતી થઈ, તેમ છતાં આ ફિલ્મની સિક્વલ બનાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા બાગી-2નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને દર્શકોએ ખૂબ પસંદ પણ કર્યું હતું. આ ફિલ્મ 30 માર્ચ 2018ના રોજ રિલીઝ થશે.

જુઓ બાગી-2 ફિલ્મનું ટ્રેલર….

You might also like