અમદાવાદશહેરની સરકારી બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગ

અમદાવાદ: શહેરની સરકારી બી.જે. મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીએ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ થયાની કરેલી ફરિયાદના પગલે કોલેજમાં હોબાળો મચ્યો છે ફરિયાદી વિદ્યાર્થીએ ડીનને મેઇલ દ્વારા રેગિંગની ફરિયાદ કર્યાનું જાણવા મળે છે.

આધારભૂત સૂત્રોનાં જણાવ્યા મુજબ બી.જે. મેડિકલમાં ભણતા પહેલા વર્ષના વિદ્યાર્થીએ કોલેજની કેન્ટીનમાં સિનિયર ડોક્ટર દ્વારા પોતાનું રેગિંગ થયાનો મેઇલ કોલેજના ડીન ડો.ભરતભાઇ શાહને કર્યો છે. વિદ્યાર્થીની ફરિયાદ છે કે તેની ફરિયાદ બાદ થવી જોઇતી તપાસમાં આવી કોઇ ઘટના બની જ ન હોવાનો દેખાવ સત્તાવાળાઓ તરફથી થઇ રહ્યો છે.
સામાન્ય રીતે રેગિંગ જેવી ગંભીર ઘટનાની જાણ સૌ પ્રથમ એન્ટી રેગિંગ કમિટીને ડીન દ્વારા કરવાની રહે છે. પરંતુ ડીન દ્વારા હજુ સુધી એન્ટી રેગિંગ કમિટીને આ બાબતે જાણ કરાઇ હોવાનું જાણવા મળતું નથી.

વિદ્યાર્થીની ફરિયાદ છે જે તે દોષિત વિદ્યાર્થી સામે કડક પગલાં ભરવાના બદલે માત્ર તેમને આવી ઘટના બની છે કે કેમ તેની પૃછા કરવામાં આવી હતી. તમે રેગિંગ કર્યું છે કે નહીં? તેવા પ્રશ્નો સામેવાળાને પુછાયા હતા. સ્વાભાવિક છે કે જેમની સામે ફરિયાદ થઇ તે હા કહેવાના નથી. ફરિયાદ કરનાર વિદ્યાર્થીને ડર છે કે તેની ફરિયાદને ગંભીરતાથી લીધા વગર મામલો રફે દફે કરાશે. આ અંગે કોલેજના ડીન ડો.ભરતભાઇ શાહનો ફોન પર સંપર્ક થઇ શકયો નહોતો.

You might also like