કાશ્મીરમાં તત્કાલીન મેડિકલ સહાયતા પૂરી પાડવામાં આવે: સરતાજ અજીજ

ઇસ્લામાબાદ: પાકિસ્તાન કાશ્મીર પર પોતાની હરકતોમાંથી બહાર આવતું નથી. પોતાના જ દેશમાં રાજનાથ સિંહ સાથે અપમાનજનક વ્યવહાર કર્યા પછી તેને એક વધારે રમત રમી છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફના વિદેશી મામલામાં સલાહકાર સરતાજ અજીજએ શુક્રવારે ઇન્ટરનેશનલ એનજીઓ ડોક્ટર્સ વિધાઉટ બોર્ડરને જણાવ્યું છે કે કાશ્મીરમાં તત્કાલીન મેડિકલ સહાયતા પૂરી પાડવામાં આવે. અજીજે કહ્યું કે ઇન્ડિયન આર્મીની આક્રમકતાને કારણે કાસ્મીરમાં હજારો લોતો જખ્મી થયા છે અને તેમને મેડિકલ મદદ મળી રહી નથી.

આ પહેલા પાકિસ્તાને ભારતીય ગૃહ મંત્રી રાજનાથ સિંહની સાથે સારું વર્તન પોતાના વતનમાં કરવામાં આવ્યું નહતું. સિંહ જે હોટલમાં રોકાયા હતાં તે હોટલમાં આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા લોકો પ્રદર્શન કરી રહ્યા હતાં. આ સાથે રાજનાથ સિંહની સ્પીચને પ્રતિબંધિત કરી દેવામાં આવી. રાજનાથની મુલાકાત પર પાકિસ્તાને લંચનું આયોજન કર્યું હતું પરંતુ તેના હોસ્ટ પાકિસ્તાની ગૃહ મંત્રી ચૌધરી નિસાર અલી ખાન પહેલાથી ગૂમ થઇ ગયા હતાં. ત્યારબાદ રાજનાથ લંચ કર્યા વગર જ ભારત આવી ગયા હતાં.

પાકિસ્તાને કહ્યું કે, ‘ભારતે કબ્જા કરેલા કાશ્મીરમાં ‘ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર’ને તાત્કાલીક પગલા ભરવા જોઇએ. અહીંયા ભારતના આર્મીઓ દ્વારા ભારે સંખ્યામાં લોકો જખ્મી થયા છે. અજીજે કહ્યું કે હજારો લોકોની આંખોમાં ગાંભીર ઇજા પહોંચી છે પરંતુ ભારતે સેવા પૂરી પાડી નથી. તેમણે કહ્યું કે પેલટ ગનના ઉપયોગથી હજારો કાશ્મીરોને ઇજા પહોંચી છે.’

પાકિસ્તાન કાશ્મીરને લઇને એવી હરકતો કરી રહ્યું છે જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધતો જાય છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આયોજિત સાર્ક દેશોની ગૃહ મંત્રીની કોન્ફરન્સમાંભારતીય ગૃહ મંત્રી રાજનાથ સિઙ પણ ગયા હતાં. પાકિસ્તાને રાજનાથ સિંહ સાથે અપમાનજનક વ્યવહાર કર્યો હતો. જેને લઇને ભારતીય સંસદમાં દરેક પાર્ટીઓએ પાકિસ્તાનની નિંદા કરી હતી.

You might also like