“અઝહર” ફિલ્મનું ટ્રેલર રિલીઝ

મુંબઇઃ ઇમરાહન હાશ્મીની ફિલ્મ “અઝહર”નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીન પર બની રહેલી ફિલ્મમાં ઇમરાહન હાશ્મી અઝરૂદ્દીના કિરદારમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં મોહમ્મદ અઝરૂદ્દીનના કરિયરની શરૂઆતથી લઇને ક્રિકેટની દુનિયામાં જાણીતો ચહેરો બનવા સુધીની સફર તેમજ ફિક્સિંગનો વિવાદ જેવી તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. ટ્રેલરમાં તેના પ્રોફેશનની જ નહીં પરંતુ અંગત જીવનના અફેરની વાતને પણ બતાવવામાં આવી છે. ફિલ્મમાં પ્રથમ પત્ની નૌરીનના કિરદારમાં પ્રાચી દેસાઇ છે. જ્યારે બીજી પત્ની સંગીતા બિજલાનીના કિરદારમાં નરગિસ ફખરી છે. 13 મેના રોજ આ ફિલ્મ રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં લારા દત્તા અને બિગ બોસ વિનર ગૌતમ ગુલાટી પણ મહત્વની ભૂમિકામં છે.

You might also like