આઝમે જો માંનુ દુધ પીધું હોય તે પ્રતિબંધ લગાવે RSS પર : વાજપેયી

લખનઉ : ઉત્તર પ્રદેશનાં ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ ડૉ. લક્ષ્મીકાંત વાજપેયી આજે ઉત્તર પ્રદેશનાં કેબિનેટ મંત્રી આઝમ ખાન પર ધુમાડા કાઢી ગયા હતા. બરેલી સર્કિટ હાઉસમાં વાજપેયીએ ઉત્તર પ્રદેશનાં કેબિનેટ મંત્રી આઝમ ખાંનાં આરએસએસ પર પ્રતિબંધ લગાવવાની માંગ મુદ્દે ઝાટકણી કાઢી હતી.

લક્ષ્મીકાંતે કહ્યું કે જો આઝમખાને માંનું દુધ પીધું હોય તો આરએસએસ પર પ્રતિબંધ લગાવી બતાવે. ઉત્તર પ્રદેશમાં તેમની જ સરકાર છે અને આઝમ ખાન બીજા નંબરનાં હોદ્દા પર બેઠા છે. આઝમખાંને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે ઉત્તર પ્રદેશમાં તે આરએસએસ પર પ્રતિબંધ લગાવે, તો ખબર પડશે કે તેનું પરિણામ શું આવે છે.

વાજપેયીએ જણાવ્યું હતું કે અમરસિંહનાં ફરી એકવાર મુલાયમ સાથે વધી રહેલા સંબંધોથી ભારે પરેશાન આઝમ ખાંમાં હવે સુઝબુઝ રહી નથી. જેનાં કારણે હવે તે રોજ મનફાવે તેવા નિવેદનો કરે છે. મુસ્લિમ રાજનીતિમાંથી પણ હવે તેનાં મુળ ઉખડી ચુક્યા છે. હવે તે આવા વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહેવા માંગે છે.

બાજપેઇએ આજે ફરી દાવો કર્યો કે અયોધ્યામાં રામમંદિર જ બનશે. અમને હાલ તો આ મુદ્દે સીપ્રીમ કોર્ટનાં ચુકાદાની રાહ છે. રામ મંદિર નિર્માણ અમારા એજન્ડામાં છે. બરેલીમાં ગૌ રક્ષક અને ગૌતસ્કરોનાં હૂમલામાં મૃત્યુ પામેલ મનોજ મિશ્રા હત્યાકાંડની તપાસ ટીમની સાથે પહોંચેલા વાજયેપીએ મંદિર નિર્માણને પોતાની પારીના એજન્ડા તરીકે લેખાવ્યો હતો.

You might also like