આઝમખાને RSSના નેતાઓને સમલૈૈંગિક ગણાવતાં વિવાદ

રામપુર: યુપીઅે સરકારમાં સૌથી વધુ વિવાદાસ્પદ નિવેદનો કરી ચર્ચાસ્પદ રહેનારા આઝમખાને આરઅેસઅેસના નેતાઓને સમલૈંગિક સંબંધો ધરાવતા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપી ફરી અેક વાર નવો વિવાદ ઊભો કર્યો છે.

આઝમખાને સંઘના નેતાઓ વિષે આક્ષેપ કરતાં જણાવ્યું કે આરઅેસઅેસના નેતાઓ સમલૈંગિક સંબંધોના કારણે જ લગ્ન કરતા નથી. આઝમખાનના આવા નિવેદન અંગે ભાજપ અને સંઘના નેતાઓઅે વળતો પ્રહાર કરતાં જણાવ્યું કે આઝમખાને માનસિક સંતુલન ગુમાવી દીધું છે.

આ અગાઉ આઝમખાને સંઘ વિષે આવું નિવેદન અરુણ જેટલીના અેવા નિવેદન સામે આપ્યું હતું, જેમાં જેટલીઅે સમલૈંગિકતાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ અંગે પ‌ુન‌િર્વ‌ચારણા કરવી જોઈઅે.

આ અગાઉ આઝમખાને જણાવ્યું હતું કે સમલૈંગિકતાના મુદ્દે સંસદે તેનું વલણ કડક બનાવવું જોઈઅે અને તે માટે સંસદ સક્ષમ છે. આઝમખાનના આવા નિવેદન અંગે ભાજપના નેતા કૈલાસ વજિયવર્ગીયે જણાવ્યું કે આઝમખાન ખરેખર તેનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. તેથી તેમને પાગલખાનામાં દાખલ કરી દેવા જોઈઅે.

You might also like