આજમ ખાને PM પર કર્યો વારઃ પત્નીને ક્યારે આપશે હક?

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના નગર વિકાસ મંત્રી આજમ ખાને ફરી એક વખત મોદી પર અંગત બાબતને લઇને પ્રહાર કર્યો છે. તેમણે પીએમ પર વાર કરતા કહ્યું છે કે પ્રધાનમંત્રી પાકિસ્તાન જઇને નવાઝ શરીફની માતાને પગે લાગી શકે છે. પરંતુ તેમની પત્નીને ક્યારે તેઓ દેશની સામે લાવશે. રામપુરમાં પીએમ પર અંગત રીતે વાર કરનાર આજમે કહ્યું કે બાદશાહ પોતાની માતાને તો ઘરે લઇ આવ્યાં, ત્યારે હવે તેઓ પોતાની પત્નીને લઇને આવે તો અમને આનંદ થશે. જે પોતાની પત્નીને હક ન આપી શક્યા, તે દેશની દીકરીઓને હક આપવાની વાત કરે છે.

આજમ ખાન રામપુરમાં 391 ઇ-રિક્ષાના વિતરણ માટે ગયા હતા. જ્યાં તેમણે ગ્રામણી ક્ષેત્રમાં સાત પરિયોજનાઓનું શિલાન્યાસ પણ કર્યું. જ્યારે પીએમ મોદી પર વિવિધ મુદ્દે પ્રહારો કર્યા હતા. તેણે વધુમાં જણાવ્યું છે કે બાદશાહ આપણને એટલે કે દેશની સૌથી વધારે વસ્તીને પાકિસ્તાન મોકલવાની વાત કરી રહ્યાં છે. પરંતુ પોતે કોઇને જણાવ્યાં વગર જ પાકિસ્તાન જઇ આવે છે. બંધ રૂમમાં તેઓ નવાઝ શરીફની માતાને પગે લાગીને આવે છે અને ગદ્દારો સાથે હાથ મિલાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે કૈરાના મામલે બીજેપીની કામગીરી શંકાસ્પદ છે. બીજેપી અહીં પણ ગુજરાત જેવી હિંસા થાય તેવી યોજના કરી રહ્યું છે.  ભગવા પાર્ટી આરએસએસના કહેવા પર પશ્ચિમ-ઉત્તર પ્રદેશમાં પણ મોટી સંખ્યામાં હુલ્લડો થાય તેવી યોજના બનાવી ચૂક્યાં છે.

 

You might also like