નમાજ માટે અજાન જરૂરી, લાઉડસ્પીકર નહીં: અહમદ પટેલ

નવી દિલ્હી: મસ્જિદોમાં થનારી અજાનને લઇને સોનૂ નિગમના વિરોધ બાદ આ બાબત પર વિવાદ ફેલાઇ ગયો છે. તો બીજી બાજુ કોંગ્રેસના સીનિયર નેતા અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહમદ પટેલએ આ મુદ્દા પર મહત્વનું નિવેદન આપ્યું છે. અહમદ પટેલે મંગળવારે ટ્વિટ કરીને કહ્યું કે, ‘અજાન નમાજનો મહત્વનો ભાગ છે. આધુનિક ટેકનીક વાળા આજના સમયમાં લાઉડસ્પીકર્સ નહીં.’ પટેલના આ નિવેદનથી તો એવો જ અર્થ નિકાળવામાં આવી રહ્યો છે કે એ લાઉડસ્પીકર્સ દ્વારા થતી અજાન સાથે સહેમત નથી.

અહમદ પટેલનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે જાણીતો ગાયક સોનૂ નિગમે લાઉડસ્પીકર્સથી અજાનના કારણે ઊંધમાં ખલેલ પડવાને લઇને સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સોનૂએ સોમવારે સવારે એક બાદ એક ઘણા ટ્વિટ કરતાં કહ્યું હતું કે , ‘ભગવાન દરેક પર કૃપા કરે. હું મુસ્લિમ નથી પરંતુ હું આજે અજાનથી જાગ્યો. ભારતમાં ક્યાં સુધી ધાર્મિર રીતિઓને જબરદસ્તી ભાર સહન કરવો પડશે.’ સોનૂ નિગમે બીજા એક ટ્વિટરમાં કહ્યું, ‘જે સમયે મોહમ્મદ સાહેબે ઇસ્લામ બનાવ્યો ત્યારે વીજળી નહતી. તો એજિશનના આવિષ્કાર બાદ આપણે આ અવાજોની ક્યાં જરૂર છે? અને સોનૂ નિગમએ એના છેલ્લા ટ્વિટમાં એને ગુંડાગીરી કહ્યું હતું.’


સોનૂ નિગમના નિવેદનને લઇને સોશિયલ મીડિયા પર તીખું યુદ્ઘ છેડાઇ ગયું હતું. જેમાં ઘણા લોકો એના નિવેદન સાથે સહેમત જોવા મળી રહ્યા હતા, તો બીજી બાજુ કેટલાક લોકોએ એને નિશાના પર લીધો હતો. નિવેદનને લઇને ટીકા કરનારા લોકોમાં અભિનેતા એજાજ ખાન પણ હતો.

http://sambhaavnews.com/

You might also like